Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કરોડો રૂપિયાના ઘરેણાં અને કપડાં પહેરી સેલિબ્રિટી રેડ કાર્પેટ પર પોતાની ઝલક દેખાડે છે, 75 હજાર ડોલરની હોય છે ટિકિટ

  • May 11, 2024 

મેટગાલા દુનિયાની સૌથી મોટી ફેશન ઈવેન્ટ છે, આ ઈવેન્ટમાં સામેલ થવા માટે 75 હજાર ડોલર એટલે કે, 62 લાખ રુપિયાનો ખર્ચ કરવો પડે છે. લાખો રુપિયા આપી મેટગાલામાં સામેલ થનારા સેલિબ્રિટીને પણ આ ઈવેન્ટ કમેટીના નિયમોનું પાલન કરવું જરુરી હોય છે અને જો આ નિયમને કોઈએ તોડ્યો તો તેમણે આ ઈવેન્ટમાં સામેલ થવાની અનુમતિ આપવામાં આવતી નથી. તેમજ ભૂલથી કોઈ સેલિબ્રિટી આ શોનેટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે તો તેને સીધો આ ઈવેન્ટમાંથી પ્રતિબંધ કરવામાં આવે છે. દર વર્ષની જેમ વર્ષ 2024માં પણ મેટગાલામાં કેટલાક મોંઘા અને અજીબો ગરીબ કપડાં સેલિબ્રિટીએ પહેર્યા હતા. સુપર મોડલ ગિગી હદદીએ પહેરેલા ડ્રેસ બનાવવા માટે 70 લોકોએ 13500 કલાકની મહેનત કરી હતી. કેટલાક સ્ટારે તો કપડાં પહેરવા માટે ડાયટિંગ શરુ કર્યું હતુ. આવા અજીબો ગરીબ કપડા પહેરવા માટે સ્ટાર વજન પણ ધટાડે છે.


કરોડો રુપિયાના ઘરેણાં અને કપડાં પહેરી સેલિબ્રિટી આ ઈવેન્ટના રેડ કાર્પેટ પર પોતાની ઝલક દેખાડે છે. હોલિવુડ સેલિબ્રિટી માટે આ અનોખી ફેન્સી ડ્રેસ ઈવેન્ટમાં સામેલ થવું કેમ જરુરીછે.તેમજ આની તૈયારી કેવી રીતે કરવામાં આવે છે. દર વર્ષે અમેરિકાનું ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટનું કોસ્ચયુમ ઈન્સ્ટીટ્યુટ મેટગાલાનું આયોજન કરે છે. ચેરિટીના ઉદ્દેશ્યથી શરુ થયેલી આ ઈવેન્ટ હવે હોલિવુડના સેલિબ્રિટી માટે ફૈશન પરેડ બની ગયું છે. પરંતુ દર વર્ષે આ ઈવેન્ટથી મળેલા પૈસા ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટનાકોસ્ચ્યુમનો ઉપયોગ કલા સંસ્થાના કલ્યાણ માટે કરવામાં આવે છે.શરૂઆતના વર્ષોમાં એટલે કે 1948 થી 1971 સુધી, મેટગાલાની માત્ર એક જ થીમ હતી.


પહેલા પુરુષ બ્લેઝર અને મહિલા ઈવનિંગગાઉનમાં જોવા મળતી હતી પરંતુ વર્ષ 2000માં વોગ સાથે હાથ મેળવ્યા બાદ મેટગાલાઈવેન્ટ દુનિયા માટે એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે. વોગ જેવા મોટા ફેશન મેગેઝીનમેટગાલા સાથે હાથ મિલાવતા, ઘણી ફેશન બ્રાન્ડ્સમેટગાલા સાથે જોડાઈ. ફેશન શોમાં રેમ્પવોક પર જોવા મળ્યા, તે મેટગાલાના રેડ કાર્પેટ પર પણ થવા લાગ્યું હતું. દરેક બ્રાન્ડ ઇચ્છતી હતી કે સેલિબ્રિટીઓ તેમના ફેન્સી ડ્રેસ પહેરીને આ ઇવેન્ટના રેડ કાર્પેટમાં હાજરી આપે છે. પરંતુ કેટલાક વર્ષોથી ઓટીટી પ્લેટફોર્મ, કાર્દશિયન સિસ્ટર્સ અને ઈન્ડિયન સેલિબ્રિટી સામેલ થતા આપણા દેશમાં પણ મેટગાલાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application