બારડોલીમાં ગણપતિ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે જેમાં આજે વિવિધ સ્થળોએ ગણપતિ મહારાજને છપ્પન ભોગનો થાળ ધરવામાં આવ્યો હતો જે દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો.
ખાસ કરીને બારડોલીના બાબેન ગામના વિસ્તારમાં આવેલ શુકન રેસીડેન્સી ખાતે દર વર્ષેની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ વર્ષે પણ ગણેશ ઉત્સવના નવમા દિવસે ગણેશજીને છપ્પન ભોગ ધરવામાં આવ્યો હતો. સાથે સોસાયટીના રહીશો માટે સમૂહ આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.આ તકે શુકન રેસીડેન્સી સોસાયટીના મહાનુભવો,સભ્યો તેમજ રહીશો મોટા પ્રમાણમાં હાજર રહી છપ્પન ભોગના દર્શન કર્યા હતા.તેમજ ભગવાનને થાળ અર્પણ કર્યો હતો.
આપને અહીં જણાવી દઈએ છીએ કે,શુકન રેસીડેન્સી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશઉત્સવ નિમિતે નાના બાળકો માટે વિવિધ રમતો જેવી કે લીંબુચમચી,કોથળા કુદ,સંગીત ખુરસી જેવી રમતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે,ગણેશ મહોત્સવમાં દરરોજ રાત્રીના અવનવા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.જેમાં સોસાયટીના નાનાં બાળકો ઉત્સાહભેર ભાગ લઈ આજના આધુનિક યુગમાં સતત મોબાઇલમાં પરોવાયેલા રહેનાર બાળકોને બાળપણની વિસરાયેલી રમતની યાદ અપાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500