દર વર્ષે ૦૨ ઓક્ટોબર થી ૦૮ ઑક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ વધુમાં વધુ નાગરીકોને વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે. દર વર્ષે 'ગીર' ફાઉન્ડેશન દ્વારા આ સપ્તાહ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
વન્યજીવ સપ્તાહ દરમિયાન ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન અને અરણ્ય ઉદ્યાન ગાંધીનગર ખાતે મુલાકાતીઓ માટે નિશુલ્ક પ્રવેશ રહેશે. આ વર્ષે ગીર ફાઉન્ડેશન દ્વારા બટરફ્લાય વોક, પ્લાન્ટ વોક, બર્ડ વોક, વાઇલ્ડ ટોક, સ્નેક બાઇટ અવેરનેશ, વાઇલ્ડ ફોટોગ્રાફર્સ વર્કશોપ કમ ટ્રેનિંગ વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તે ઉપરાંત બાળકો માટે સ્પોટ ક્વિઝ, સ્ટિકર ડિસ્ટ્રીબ્યુશનનું પણ આયોજન છે. આ વર્ષે ખાસ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કોમ્પિટીશન તેમજ ફોટોગ્રાફ અને પેઇન્ટિંગ એકિઝબિશનનું પણ આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં અંગે વધુ માહિતી https://sites.google.com/view/geer-ee/home પરથી મેળવી શકાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500