નવસારી જિલ્લાની તમામ જનતા ને જણાવવાનું કે કોવિડ–૧૯નાં વધતા જતા કેસો ને એલર્ટ સમજી સાવચેતીનાં પગલાં વધારવા અતિ આવશ્યક છે. કોવિડ–૧૯ની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન જ આપને સંક્રમણથી બચાવી શકશે. મોં અને નાક ઢંકાય તેવી રીતે માસ્ક પહેરો. ઘરની બહાર માસ્ક વગર નિક્ળવું નહી. ખાસ કરીને જાહેર જગ્યાઓ, વોકિંગ ટ્રેક, શાકભાજી માર્કેટ, મોલ, શોપીંગ સેન્ટર, દવાની દુકાન, નોકરી–ધંધાની જગ્યાએ અવશ્ય માસ્કનો ઉપયોગ કરવો. બિન જરૂરી જાહેર સ્થળો પર ભીડ એકત્રિત ન કરવી તેમજ મંદિરો અન્ય ધાર્મિક–સામાજીક પ્રસંગોમાં સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવું.
જે વ્યક્તિઓ પોઝીટીવ આવે તેમણે નિયત સારવાર કરાવવી તેમજ ઓછામાં ઓછા ૭ અને વધુમાં વધુ ૧૪ દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન થઇ જવું. જો તકલીફ જણાય તો સરકારી હોસ્પિટલ ખાતે દાખલ થઇ જવું. જે લોકો પોઝીટીવ દર્દીનાં સંપર્કમાં આવેલ હોય તેમણે નજીકનાં આરોગ્ય કેંદ્ર ખાતે જઇ પોતાનો ટેસ્ટ અવશ્ય કરાવવો. પોઝીટીવ દર્દીનાં કુટુંબનાં તમામ સભ્યો એ પણ ૭ દિવસ હોમ ક્વોરેન્ટાઇન રહેવું.
કોવિડ વેક્સીન નો પ્રથમ, બીજો અને પ્રિકોશન ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ વ્યક્તિઓએ વહેલામાં વહેલી તકે નજીકનાં કેંદ્ર પર જઇ કોવિડ રસીકરણ કરાવવું. શાક્ભાજી, અનાજ– કરીયાણા, દવાની દુકાન, દુધવાળા, રિક્ષા ચાલકો, શાળા કે સરકારી–અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓએ, બેંકો, સહકારી મંડળી, દુધ મંડળી, સસ્તા અનાજની દુકાનનાં સ્ટાફ, મીડીયાના મિત્રો વિગેરેએ નજીકનાં આરોગ્ય કેંદ્રોનો સંપર્ક કરી કોવિડ–૧૯નાં રસીકરણ અંગે માર્ગદર્શન મેળવવું અને આયોજન મુજબ રસીકરણ કરાવવું.
શાળાએ જતાં વિદ્યાર્થીઓ એ ખાસ માસ્ક પહેરવું, સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવું. વારંવાર સાબુથી હાથ ધોવા. સમૂહમાં એકત્ર ન થવું. વાહનમાં વધુ વિદ્યાર્થીઓ એ સાથે ન બેસવું. વાહનમાં માસ્ક અવશ્ય પહેરવું. માસ્ક પહેરવો, વારંવાર સાબુથી હાથ ધોવા, સોશ્યલ ડીસ્ટન્સીંગ, સંક્રમિત વ્યક્તિનાં સંપર્કમાં આવેલ લોકોએ સેલ્ફ ક્વોરેન્ટાઇન થવું. ટેસ્ટીંગ કરાવવું, પોઝીટીવ વ્યક્તિઓએ હોમ આઇસોલેશનનું ચુસ્ત પાલન કરવું વિગેરે પગલાંઓ લેવાથી કોરોના સંક્રમણનું પ્રમાણ ધટાડી નવસારી જનતાને કોરોના મુક્ત રાખવા નવસારી જિલ્લા પ્રસાશન દ્વારા અપીલ કરવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500