સુરતના પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલ આજણા પાટીદાર સમાજની વાડીની બાજુમાં આવેલ યાદવ ટ્રાન્સપોર્ટ ચલાવતા તેજબહાદુર રામનારાયણ યાદવ નાઓની ઓફીસ બહાર મુકેલો અંદાજીત 660 કિલો ટ્રકનો ભંગારનો સામાન ચોરાઈ જવા અંગે કડોદરા પોલીસમાં નોંધાયો હતો. ઘટના અંગે પલસાણા પોલીસ મથકના ઘનશ્યામસિંહને મળેલ બાતમી આધારે સાંકી ગામે ગોકુલધામ લેક સિટીમાં રહેતા રમેશભાઈ ભટ્ટાભાઈ સીદાણેના ધાબાના મકાન પર છુપાવી રાખ્યો હોવાની બાતમી મળતા પલસાણા પોલીસે આરોપી રમેશને ઝડપી 660 કિલો ભંગાર રીકવર કરી કડોદરા પોલીસને સોંપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application