નિઝરના મુબારકપૂર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા આશરે ૧૪૫ જેટલા બાળકોની ડીસમાં પીરસવામાં આવેલ ભોજનમાં ઇયળ કીડીઓ નીકળતા ભારે હોબાળો મચ્યો હતો, જોકે બાળકોએ પોતપોતના વાલીઓ ને જાણ કરતા વાલીઓ દ્વારા નિઝર મામલતદાર કચેરી ખાતે મધ્યાહન ભોજનના સંચાલકની વિરુદ્દ લેખિત રજુઆત કરી કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
તાપી જિલ્લાના અતિ છેવાડે આવેલ નિઝરના મુબારકપૂર ગામની પ્રાથમિક શાળામાં ૧થી ૮ ધોરણમાં આશરે ૧૪૫ થી વધુ બાળકો ભણતર કરે છે.જેમને સરકાર દ્વારા મધ્યાહન ભોજન આપવામાં આવતું હોય છે. જેમાં મધ્યાહન ભોજનના સંચાલક દ્વારા બાળકોને ડિસમાં પીરસેલ ભોજનમા ઇયળ કીડીઓ નીકળતા બાળકોએ પોતપોતના વાલીઓ ને જાણ કરવા આવી હતી. જેથી વાલીઓ દ્વારા મધ્યાહન ભોજનના સંચાલકની વિરુદ્દ લેખિત રજુઆત કરવામાં આવી છે.
જેમાં વાલીઓ દ્વારા જણાવ્યું હતું કે મુબારકપૂર ગામની પ્રાથમિક શાળામાં ઘણા સમયથી બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવે છે.જેમા મુબારકપૂર મધ્યાહન ભોજનના સંચાલકની બેદરકારીના લીધે બાળકોને પીરસાયલી ડિસમાં ઇયળ કીડીઓ નીકળતી હોય છે. જેથી બાળકોના ભવિષ્ય તથા આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. મુબારકપૂર ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન ચલાવનાર સંચાલક સામે કાયદેસર કાર્યવાહી કરવા અંગે વાલીઓ દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે.બાળકોના વાલીની રજૂઆતને ધ્યાનમાં લઇ જવાબદાર તંત્ર દ્વારા મુબારકપુર ગામની પ્રાથમિક શાળાની મુલાકત લીધી હતી. અને સંચાલકને આ બાબતે મામલતદાર મારફતે નોટિસ પણ ફટકારાઇ છે. સંચાલકને તા.૨૬મી સપ્ટેમ્બર નારોજ મામલતદાર ઓફિસે ખાતે રૂબરૂમાં ખુલાસો કરવા અંગે જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500