Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં એક બંધ ઘરમાંથી રોકડ રૂપિયા અને સોનાના ઘરેણાંની ચોરી થઈ, પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો દાખલ કર્યો

  • August 22, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં કોલેજ રોડ પરનાં ઠક્કર ચેમ્બર્સની સામે આવેલ એક બંધ ઘરમાંથી રોકડ રૂપિયા અને સોનાના ઘરેણાંની ચોરી કરી અજાણ્યો ચોર ઈમસ ફરાર થતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વ્યારાનાં કોલેજ રોડ પરનાં ઠક્કર ચેમ્બર્સની સામે આવેલ સાવનભાઈ શુક્કરભાઈ ઢોડિયાનાં ઘરમાંથી ગત તારીખ 14/08/2023નાં રોજ ઘરનાં મુખ્ય દરવાજાને મારલ તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી પ્રથમ રૂમમાં મુકેલ કબાટ ખોલી કબાટનું લોકર તોડી લોકરમાં મુકેલ રોકડા રૂપિયા 37,500/- તથા પાછળનાં રૂમમાં મુકેલ કબાટ ખોલી કબાટનાં લોકર તોડી લોકરમાંથી એક સોનાનું મંગળસુત્ર જેની કુઈમત રૂપિયા 60,000/- અને એક સોનાની ચેન જેની કિંમત રૂપિયા 20,000/- તેમજ એક સોનાનું બ્રેસલેટ જેની કિંમત રૂપિયા 20,000/- મળી કુલ રૂપિયા 1,00,000/-ની ચોરી કરી હતી. આમ, અજાણ્યા ચોર ઈસમે ઘરમાંથી રોક રૂપિયા અને સોનાનાં ઘરેણાં મળી કુલ રૂપિયા 1,37,500/-ની ચોરી કરી અજાણ્યો ચોર ફરાર થઈ જતાં વ્યારા પોલીસ મથકે તારીખ 20/08/2023નાં રોજ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે અજાણ્યા ચોર ઈસમને શોધી કાઢવાની કામગીરી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application