સુરત જિલ્લાનાં કામરેજના પાસદરા પાટીયા ઓમલ પેલેશના રહીશ ભાવિકભાઈ ઉમેશભાઇ લોઢીયા (ઉ.વ.૨૮)ની ઓલ્ટો ગાડી નંબર જીજે/૦૫/જેકે/૦૧૪૦ને ગત તારીખ ૦૧/૦૧/૨૦૨૪ નાંરોજ નેશનલ હાઇવે નંબર-૫૩ ઉપર વ્યારાથી ટીચકપુરા જતા રોડ ઉપર પનિયારી ગામની સીમમાં કોઈક અજાણ્યા ટેમ્પાએ પાછળથી ટક્કર મારતાં કાર રોડની સાઇડે પલ્ટી ગઇ હતી. આ અકસ્માત કરી ટેમ્પા ચાલક ટેમ્પો લઇ ભાગી છુટયો હતો. જોકે સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. અજાણ્યા ટેમ્પા ચાલક સામે વ્યારા પોલીસ મથકે ભાવિકભાઈએ ફરીયાદ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application