સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ લાંબી રકઝક બાદ ઉમેદવારો ની પસંદગી બાદ છેલ્લા થોડા દિવસોથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે, આજે તાપી જિલ્લામાં સમાવિષ્ટ વ્યારા નગર પાલિકા ની ચૂંટણી માં કોંગ્રેસ પક્ષ ના નેજા હેઠળ ઉભેલ ઉમેદવારોએ પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ પીઠ કોંગ્રેસીઓની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી.
આવનાર ચૂંટણી ને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા છેલ્લા થોડા દિવસોથી શરુ થી ગઈ છે, આજે વ્યારા નગર પાલિકા ની 28 બેઠકો માટે ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે ઉમેદવારી નોંધાવનાર મોટે ભાગના ઉમેદવારોએ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી તેમજ તાપી જિલ્લા કોંગી આગેવાનો ની હાજરીમાં ચૂંટણી અધિકારી ને ઉમેદવારી પત્ર સુપરત કર્યું હતું, આ વેળાએ પૂર્વ કેન્દ્રીય મંત્રીએ વ્યારા પાલિકા ના શાશન દરમ્યાન સત્તાપક્ષ બીજેપી દ્વારા કરાયેલ ભ્રસ્ટાચાર ની વાતો કરી હતી, બીજી તરફ તાલુકા તેમજ જિલ્લા પંચાયત ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની પસંદગી અને મેન્ડેડ ફાળવણી અંગે પુછાયેલ સવાલમાં સ્પષ્ટતા કરી હતી અને ટૂંક સમયમાં ઉમેદવારી નોંધાશે તેવું જણાવ્યું હતું.
તાજેતરમાં યોજાનાર વ્યારા નગર પાલિકાની ચૂંટણી પગલે કોંગ્રેસ પક્ષે વોર્ડના 28 ઉમેદવારોની પસંદગી કરી દેવામાં આવી છે, આજે તમામ ઉમેદવારો પોતાનું નામંકન દાખલ કરવા જઈ રહ્યા છે, જે પ્રકારનું વાતાવરણ આજે વ્યારા નગર પાલિકામાં ઉભું થયું છે જેમાં બીજેપીને વ્યારામાં ઉમેદવારો મળવા મુશ્કેલ થયા છે, કારણકે બીજેપીના છેલ્લા પાંચ વર્ષના શાશનકાળમાં ભ્રસ્ટાચાર થયો હોવાનું વ્યારા નગર વાસીઓને લાગી રહ્યું છે એટલે આજે પાલિકાની તમામ બેઠકો કોંગ્રેસ જીતશે તે સ્પષ્ટ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500