Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કલકત્તા હાઈકોર્ટેનો ચુકાદો : 2010 પછી ઈશ્યૂ કરવામાં આવેલ OBC સર્ટિફિકેટને રદ કરવાની જાહેરાત કરી

  • May 22, 2024 

લોકસભા ચૂંટણી 2024 વચ્ચે કલકત્તા હાઈકોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે. માહિતી અનુસાર 2010 પછી ઈશ્યૂ કરવામાં આવેલા તમામ OBC સર્ટિફિકેટને રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કલકત્તા હાઈકોર્ટે બુધવારે કહ્યું કે, ચુકાદો સંભળાવાયા બાદ રદ કરાયેલા સર્ટિફિકેટનો રોજગારની પ્રક્રિયામાં ઉપયોગ નહીં કરી શકાય. હાઈકોર્ટના આ આદેશથી આશરે 5 લાખ ઓબીસી સર્ટિફિકેટ રદ થઇ ગયા છે.


જોકે જે લોકો આ સર્ટિફિકેટથી ચુકાદા પહેલા લાભ લઈ ચૂક્યા છે તેમના પર આ નિર્ણયની કોઈ અસર નહીં થાય. કોર્ટે આદેશ આપ્યો કે પશ્ચિમ બંગાળ પછાત વર્ગ આયોગ અધિનિયમ 1993ના આધારે ઓબીસીની નવી યાદી પશ્ચિમ બંગાળ પછાત વર્ગ આયોગ તૈયાર કરશે. કોર્ટે 2010 પછી બનેલી OBC યાદીને ગેરકાયદેસર જાહેર કરી છે. હાઈકોર્ટે જેના આધારે આજે આ આદેશ આપ્યો હતો તે કેસ 2012માં દાખલ કરવામાં આવ્યો હતો.


વાદી તરફથી વકીલ સુદીપ્તા દાસગુપ્તા અને વિક્રમ બેનરજી કોર્ટમાં હાજર થયા હતા. તેમણે કહ્યું કે ડાબેરી મોરચાની સરકારે 2010માં વચગાળાના અહેવાલના આધારે પશ્ચિમ બંગાળમાં 'અન્ય પછાત વર્ગો'ની રચના કરી હતી. તે કેટેગરીને 'ઓબીસી-એ' નામ આપવામાં આવ્યું હતું. જસ્ટિસ તપબ્રત ચક્રવર્તી અને રાજશેખર મંથાની ડિવિઝન બેન્ચે OBC પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયાને પડકારતી જાહેર હિતની અરજી (PIL) પર આ ચુકાદો આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News