આજે મળેલી કેબિનેટ બેઠકની અંદર કોરોનાની વર્તમાન સ્થિતિને લઈને સમીક્ષા સીએમની અધ્યક્ષતામાં કરવામાં આવશે, આ ઉપરાંત અન્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આગામી સમયમાં જી 20 સંમેલનને લઈને ભારત તેનું પ્રતિનિધીત્વ કરી રહ્યું છે ત્યારે અમદાવાદ સહીત વિવિધ જગ્યાઓ પર થઈ રહેલા આયોજનો પર પણ ચર્ચા કરવામાં આવશે.
સ્વર્ણિમ સંકુલ ખાતે દર વીકમાં એકવાર કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આજે ફરી ફરી બેઠક મળી છે. તમામ મંત્રીઓની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ મુદ્દે ચર્ચા સીએમની અધ્યક્ષતામાં કરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલની સરકાર હવે એક પછી એક નિર્ણય લઈ રહી છે. આ દરમિયાન કેબિનેટ બેઠકને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.
આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે
આજની કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સંભવિત સ્થિતિને લઈને કરવામાં આવેલી તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે. G20 અંતર્ગત ગુજરાતમાં યોજાનારી 15 બેઠકોની તૈયારીની સમીક્ષા કરવામાં આવી શકે છે. આ સિવાય આગામી 100 દિવસ માટે સરકારના એક્શન પ્લાનની પણ સમીક્ષા કરી શકાય છે. ગુજરાતમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન અંગે ચર્ચા થઈ શકે છે. આ સિવાય કેબિનેટમાં નીતિ વિષયક બાબતો પર ચર્ચા કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500