આણંદના ભાલેજ નજીક ચરોતર CNG ગેસ પંપ પર કારમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના બની છે. ઈકો કારમાં CNG રિફિલિંગ સમયે ધડાકા સાથે CNG સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. CNG સિલિન્ડર ધડાકા સાથે ફાટતા કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. આસપાસ ઉભેલી અન્ય બે કાર અને પંપની છતને ભારે નુકસાન થયુ છે. આ ઘટનામાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ મોકલી આપ્યા છે.
આણંદમાં CNG ગેસ સ્ટેશન પર કારમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની છે જેમાં કારમાં સીએનજી પૂરવાની શરૂઆત કરી અને ત્યારબાદ અચાનક બ્લાસ્ટ થયો હતો,આ ઘટનામાં કારના ફુરચા બોલાઈ ગયા છે અને તાત્કાલિક ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી,કેમ અચાનક બ્લાસ્ટ થયો તેનું કારણ અકબંધ છે.ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,તો ગેસમાં વધુ પ્રેસર આવી ગયુ હોય અને બ્લાસ્ટ થયો હોય તેવું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે.જેવો બ્લાસ્ટ થયો તેવી દોડધામ મચી અને લોકો આમતેમ દોડવા લાગ્યા હતા પોતાના જીવની પરવા કરવા માટે તો થોડીવાર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો તો,બ્લાસ્ટ થતા પંપની છતને નુકસાન થયું છે,સાથે સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને હાજર લોકોના નિવેદન લીધા હતા.મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી,જો કોઈ મોટી દુર્ઘટના થઈ હોય તો પંપ પણ ભડકે બડયું હોત,ઈજાગ્રસ્તોની તબિયત હાલ સુધારા પર હોવાથી ચિંતાનો વિષય નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500