Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદિજાતિ વિસ્તારના વનબંધુ ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજના-૨૦૨૧નો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો

  • June 22, 2021 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કૃષિ વૈવિધ્યકરણ યોજના ૨૦૨૧નો શુભારંભ કરતા જણાવ્યું કે, આ યોજનાનો લાભ ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના ૧૪ આદિજાતિ જિલ્લાના ૧,૨૬,૦૦૦થી વધુ વનબંધુ કિસાનોને મળશે. કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આદિવાસી ખેડૂતોને ૩૧ કરોડની ખાતર- બિયારણ સહાય મળશે જેમાં ખાતરમાં ૪૫ કિલો ગ્રામ યુરીયા, ૫૦ કિલોગ્રામ એન.પી.કે. અને ૫૦ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટની કીટ આપવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

 

 

 

 

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા દસ વર્ષમાં આ યોજના અન્વયે ૧૦ લાખ આદિજાતિ ખેડૂતોને રૂપિયા ૨૫૦ કરોડની સહાય આપવામાં આવી છે. આ યોજનામાં મકાઈ, કારેલા, દુધી, ટામેટા, રીંગણ, બાજરી, જેવા પાકના બિયારણ પણ આપવામાં આવે છે જેથી આદિવાસી ખેડૂતો વધારે આવક મેળવતા થયા છે.

 

 

 

 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, આદિવાસી ખેડૂત તેના બાવડાના જોરે ખેતી કરી શકે અને પાણી વિહોણો ન રહે તે માટે રાજ્ય સરકારે આદિજાતિ જિલ્લાના ડુંગરાળ પ્રદેશોમાં લિફ્ટ ઇરિગેશનની વિવિધ યોજનાઓ થકી ઊંચાઈ પર સિંચાઈના પાણી પહોંચાડવાના ભગીરથ કાર્યો હાથ ધર્યા છે.કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત સુરત જિલ્લાના ૫૯૦૦ ખેડુતોને રૂા.૨.૦૬ કરોડના શાકભાજીના બિયારણ અને ઓર્ગેનિક ખાતરના લાભ મળશે. જે પૈકી માંડવીના તાલુકા પંચાયત કચેરી ખાતે ૨૦ ખેડુતોને પદાધિકારીઓના હસ્તે બિયારણનું વિતરણ કરાયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application