સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી આવી તેઓ ઘાટલોડીયામાં તેમના કાર્યાલયમાં પહોંચ્યા હતા. ગત વખતે 1.17 લાખ વોટથી તેઓ જીત્યા હતા. ત્યારે ઘાટલોડીયા પહોંચી તેઓ ત્યાં અભિવાદનને ઝીલતા જોવા મળ્યા હતા. ગત વખતે રેકોર્ડબ્રેક મત હાંસલ કરીને ઘાટલોડીયા બેઠક પરથી ગત વખતે તેઓ વિજેતા બન્યા હતા. આ જ બેઠક પરથી તેઓ ચૂંટણી લડશે. એટલા માટે જ કાર્યકર્તાઓમાં બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ભાજપને આ બેઠક ફળી છે.
ગત વખતે મોટી સરસાઈ સાથે જીત તેમને મેળવી હતી. ઉમેદવારોના નામની જાહેરાત થતાની સાથે જ ભૂપેન્દ્ર પટેલને પણ ઘાટલોડીયાથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેઓ તેમના મત વિસ્તારમાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચી કાર્યકર્તાઓનું અભિવાદન ઝિલ્યું હતું.
સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જેઓ અગાઉ આ બેઠક પરથી પ્રથમ વખત 2017માં લડ્યા હતા અને તેઓ 1.17 લાખ વોટથી જીત્યા હતા. ગત ટર્મમાં 2017માં શશિકાંત પટેલને હરાવીને વિજેતા બન્યા હતા. ભાજપ મોટી સરસાઈથી જીતતી આવી છે. નવા સીમાંકન બાદ આ બેઠક જાળવી રાખી છે. ભાજપના કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. અગાઉ આ બેઠક પરથી પૂર્વ સીએમ આનંદીબેન પટેલ જીતતા આવ્યા છે. 2012માં તેઓ ઉભા રહ્યા હતા અને 2017માં ભૂપેન્દ્ર પટેલને તેમને તેમની સીટ પરથી ઉભા રાખ્યા હતા.
ગત વખત જીત બાદ આ વખતે ફરીથી ભૂપેન્દ્ર પટેલ અહીંથી ચૂંટણી લડશે.સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રથમ પ્રતિક્રીયા આપતા કહ્યું કે, અમારા મોવડી દરેક જણે નડ્ડાજી અમિતભાઈ ટિકિટ ફાળવી છે. તેમાં આ વિકાસની રાજનિતીમાં ઉત્તમમાંથી સર્વોત્તમ તરફ લઈ જવા માટે વિકાસની રાજનિતી સુધી પહોંચાડીશું. નાનામાં નાનો અને છેવાડાનો માણસ કેવી રીતે ભાગીદાર થાય અને ત્યારે દરેકને એમ થાય કે આ ગુજરાત મેં બનાવ્યું છે તે ભાવના સાથે જ ગુજરાત આગળ વધી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationસાપુતારા ઘાટમાર્ગમાં અકસ્માત, ચાલક અને ક્લીનરને પહોંચી ઇજા
April 08, 2025અબ્રામામાં અજાણ્યા વાહન અડફેટે યુવકનું મોત નિપજ્યું
April 08, 2025