અમરનાથ યાત્રાનો પ્રારંભ તારીખ 1 જૂલાઈથી થઈ હતી. જેનો આજે 16મો દિવસ છે ત્યારે આ યાત્રાનાં 16માં દિવસ સુધીમાં 2 લાખથી વધુ યાત્રાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. આ માહિતી સ્થાનિક અધીકારીઓ આપી હતી. અમરનાથ યાત્રા દરમિયાન ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઘણીવાર યાત્રાને રોકવામાં આવી હતી. જોકે યાત્રાળુઓનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો હતો. અમરનાથ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. જયારે ગતરોજ 21,401 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા.
જેમાં 15,510 પુરુષો, 5034 મહિલાઓ તેમજ 600થી વધુ બાળકોનો સમાવેશ થાય છે. આ સિવાય યુક્રેનની મહિલાએ પણ અમરનાથ યાત્રામાં સામેલ હતી. હિમાલયમાં સ્થિત 3,888 મીટર ઉંચાઈએ બિરાજમાન બાબા બર્ફાનીની 62 દિવસીય વાર્ષિક યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ હતી અને 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ યાત્રા માટે બે રૂટ છે. એક, અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48 કિમી લાંબો નુનવાન-પહલગામ માર્ગ જ્યારે બીજો ગાંદરબલ જિલ્લામાં બાલટાલ માર્ગ છે જે ટૂંકો છે પરંતુ ખુબ જ કઠિન છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500