પરતવાડાથી મધ્યપ્રદેશ જતી સરકારી બસને મહારાષ્ટ્રના અમરાવતી નજીક અકસ્માત નડ્યો હતો. એમએસઆરટીસી સંચાલિત બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બસ રસ્તા પરથી નીચે ઊંડી ખીણમાં ખાબકી હતી. સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ વિશાલ આનંદે આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે અકસ્માતને પગલે ઈજાગ્રસ્તને અમરાવતી અને પરતવાડાની હોસ્પિટલમાં સારવાર અપાય રહી છે.
રવિવારે રાત્રે 11:30 વાગ્યે અમરાવતી જિલ્લાના ચિખલદરા નજીક આ અકસ્માત થયો હતો. મદ્દી પાસે એક એસટી બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બસ 25 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. મળતી માહિતી મુજબ આ ઘટનામાં બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત થયા છે અને 36થી વધુ પ્રવાસી ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સેમોડોહ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે.
રવિવારે સવારે એસટી બસ અમરાવતીથી મધ્યપ્રદેશ તરફ જઈ રહી ત્યારે આ અકસ્માત થયો હતો. ચીખલદરા વિસ્તારમાં અચાનક ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ 25 ફૂટ ઉંડી ખીણમાં ખાબકવાની જાણ થયા પછી પોલીસ પ્રશાસન દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. ઘટના અંગે સેમોડોહ પોલીસ સ્ટેશનની ટીમને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. મૃતકની ઓળખ ઈન્દુ સાધન ગૈંત્રે (65), લલિતા ચિમોટે (30) નામ કરી હતી, જ્યારે અને અન્ય એકનું ઘટનાસ્થળે જ મૃત્યું નીપજ્યું હતું. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં 36થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500