Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બુહારી ખાતે આદિવાસી યુવકો દ્વારા પુરુષોત્તમ રૂપાલાના પૂતળા દહન અને સૂત્રોચ્ચાર,પોલીસ દોડતી થઇ

  • October 01, 2022 

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા આદિવાસીઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા બુહારી ખાતે આદિવાસી યુવકો દ્વારા પુરુષોત્તમ રૂપાલાના પૂતળા દહન અને સૂત્રોચ્ચાર કર્યાનો વિડિયો વાયરલ થતાં હોબાળો થયો.




 કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા છોટાઉદેપુર ના ભેખડિયા ખાતે ગ્રામ સંમેલનમાં જાહેર સભાના મંચ પરથી આદિવાસી સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં પોટલી વગર સાંજ પડતી નથી, પછી આદિવાસી કહે કે અમે સુખી થતા અને આ પ્રકારનું નિવેદન આપીને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગાંધીનગર ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂની રેલમછેલ થતી હોવાની જાહેરમાં સ્વીકાર્યું હતું અને આદિવાસીઓની લાગણીને ઠેસ પહોંચાડી હતી.




આદિવાસી સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા વાલોડ તાલુકાના  આદિવાસી એકતા સર્કલ બુહારી  ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ના પૂતળા દહન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો જે બાદ આદિવાસી સમાજના સાત યુવકો વિરુદ્ધ વાલોડ પોલીસ સ્ટેશનએ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેના કારણે વાતાવરણ ગરમાયુ હતું. આદિવાસી યુવકો ને જામીન માટે સ્પષ્ટ ના પાડી દેવામાં આવતા તા.૨૯/૦૭/૨૦૨૨ ના રોજ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મને અભદ્ર ટિપ્પણી કરનાર કોંગ્રેસના નેતા અધિરંજન ચૌધરીનું વાલોડ મામલતદાર કચેરી સામે ભાજપના આગેવાનોએ પૂતળા દહન કર્યું હતું તો તેમની સામે પણ ગુનો દાખલ કરવાની માંગ સાથે વાલોડ, મહુવા અને ડોલવણ તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો અને યુવકો બપોરે થી મોટી સંખ્યામાં વલોડ પોલીસ સ્ટેશનને ધસી આવ્યા હતા અને ધરણા પ્રદર્શન કરવા લાગ્યા હતા. તેમજ મોડી સાંજ સુધી આદિવાસી સમાજના આગેવાનો કેન્દ્રીય મંત્રી સામે એટ્રોસિટી એક્ટની ફરિયાદ નોંધાવવા માટે તથા  તા.૨૯/૦૭/૨૦૨૨ ના રોજ ભાજપના આગેવાનોએ જે પૂતળા દહન કર્યું હતું તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવા સમગ્ર આદિવાસી સમાજે માંગણી કરી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application