સોનગઢના હનુમંતીયામાં એક બાળકી પર કોઈ હિંસક પ્રાણીએ હુમલો કરી ફાડી મોત નિપજાવ્યું છે. આશરે ૩ વર્ષની બાળકીનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું. બાળકીનો મૃતદેહ જોઈ ગ્રામજનો ફફડી ઊઠ્યા હતા. આ ઘટનાથી નાના એવા ગામ સહિત પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર મૂળ એમીના ખરગોનના વતની અને હાલ સોનગઢ તાલુકાના હનુમંતીયા ગામના નિશાળ ફળીયામાં આવેલ ઈંટના ભઠ્ઠા પર પરિવાર સાથે રહી મજુરી કામ કરતા રાહુલભાઈ રમેશભાઈ ધામણેની આશરે ૩ વર્ષની વૈષ્ણવી નામની બાળકી મોડીરાત્રે એકાએક ગુમ થઇ જતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.
શરીરમાં કંપારી છુટી જાય તેવી હાલતમાં બાળકીનો મૃતદેહ નજરે પડ્યો હતો.
જોકે બાળકીનો મૃતદેહ નજીકના શેરડીના ખેતરમાંથી મળી આવ્યો હતો. શરીરમાં કંપારી છુટી જાય તેવી હાલતમાં બાળકીનો મૃતદેહ નજરે પડ્યો હતો. કોઈ હિંસક જાનવર આ બાળકીને ઊંચકી લઇ ગયા બાદ તેના માથાનો ભાગ ખાય ગયો હતો અને બાળકીનું માથું-ધડ જમીન પર અલગ- અલગ જગ્યા ઉપર પડ્યું હતું. સમગ્ર મામલે પોલીસે બાળકીના પિતા રાહુલભાઈ ધામણેની ફરિયાદ લઇ તપાસ શરુ કરી છે બીજી તરફ વનવિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી હોવાનું જાણવા મળ્યું છે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500