Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Breaking news : વાલોડ તાલુકા પંચાયત કચેરીમાં સળગી જવાથી બે લોકોના મોતથી ચકચાર

  • May 10, 2022 

વાલોડ તાલુકા પંચાયતની કચેરીમાં આજરોજ સળગી જવાથી બે લોકોના મોત નિપજ્યા છે, ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાલોડ તાલુકા પંચાયત કચેરીમાં આવેલ મનરેગા વિભાગમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારી ઉપર તેના પતિ દ્વારા જ પોતાના શરીર ઉપર જવલનશીલ પદાર્થ છાંટી મહિલા કર્મચારીના રૂમમાં પ્રવેશ્યો હતો અને એકાએક આગ ચાંપી લીધી હતી.

મૃતક પતી-પત્ની 

આ બનાવમાં આગની ચપેટમાં આવી જવાથી મહિલા કર્મચારી મયુરીકાબેન અને અનિલભાઈ બંને જણાના મોત નિપજ્યા છે. આ ચકચારી ઘટનાને અંજામ આપનાર મૃતક મહીલા કર્મચારીનો પતિ ઉચ્છલના ગવાણ ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતો અમિત પટેલ રહેવાસી હાલ ચાપાવાડી, વ્યારાનો હોવાનું જાણવા મળ્યું છે. જોકે સત્ય હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે....

વધુ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી તાપીમિત્રની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application