Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના ચિખલદા ગામની સીમમાં વાહન અડફેટે બાઈક સવાર બે ઈસમો ઈજાગ્રસ્ત, ચાલક સામે ગુનો દાખલ

  • November 09, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના ચિખલદા ગામની સીમમાં વ્યારાથી સરૈયા જતાં રોડ ઉપર એક અજાણ્યા વાહનનાં ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર બંને ઈસમો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, વ્યારાના કરંજવેલ ગામનાં મોટું ફળિયામાં રહેતા હરેશભાઈ રૂવાજીભાઈ ગામીત (ઉ.વ.35) નાઓ તારીખ 08/11/2023નાં રોજ રાત્રીનાં સમયે પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/Q/2705ને લઈ મજુરી કામ અર્થે ગયેલ હતા અને તેમની સાથે તેમના મિત્ર કમલભાઈ અરવિંદભાઈ ગામીત (રહે.ટીચકીયા ગામ, તા.સોનગઢ)નાઓ સાથે હતા જેથી તેઓ બંને બાઈક લઈ ચિખલદા ગામની સીમમાં વ્યારાથી સરૈયા જતાં રોડ ઉપર ઉભી રાખી હતી.



તે સમયે એક ફોર વ્હીલ ગાડી નંબર GJ/26/CB/6402નાં ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક સવાર બંનેને ઈજાઓ પહોંચતા 108ની મદદથી વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જયારે કમલભાઈને વધારે ઈજાઓ થવાથી તેમને વધુ સારવાર અર્થે સુરત ખાતે રીફર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે હરેશભાઈ ગામીતની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાવતા વ્યારા પોલીસે આજરોજ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application