મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણનાં બામણામાળદુર ગામનાં ગામીત ફળિયાનાં નદી કિનારે પાસેથી વગર પાસ પરમિટે ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાંડની ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે લીસ્ટેડ બુટલેગર ઝડપાયો હતો. જયારે બે ને વોન્ટેડ જાહેર કરાયા છે. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ડોલવણ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૦૫/૦૧/૨૦૨૫ નાંરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, બામણામાળદુર ગામનો લીસ્ટેડ બુટલેગર ભરત ઉર્ફે ભરત કેન્સર જગુભાઈ ઢોડીયા પટેલ નાંઓએ ગામીત ફળિયામાં નદી કિનારે પ્રોહી. મુદ્દામાલ ઉતારેલ છેજે બાતમીના આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચતા ત્યાં લીસ્ટેડ બુટલેગર ભરત ઉર્ફે ભરત કેન્સર જગુભાઈ ઢોડીયા (રહે.બામણામાળદુર ગામ, ગામીત ફળિયું, ડોલવણ)નો હાજર મળી આવ્યો હતો.
ત્યારબાદ પોલીસે સ્થળ પર તપાસ કરતા ત્યાંથી કોથળામાં ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાંડની ઈંગ્લીશ દારૂની ૧૫૦ નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે સ્થળ ઉપરથી ઈંગ્લીશ દારૂનો જથ્થો, એક નંગ મોબાઈલ અને પ્રોહી. મુદ્દામાલ હેરાફેરી કરવા માટેની બાઈક નંબર જીજે/૨૬/પી/૨૩૫૧ મળી કુલ રૂપિયા ૩૬,૪૭૫/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસને જોઈ સ્થળ ઉપરથી ભાગી છુટેલ અરૂણ ઉર્ફે જીગો ભરતભાઈ ઢોડીયા પટેલ અને વૈદિકભાઈ નીતેશભાઈ ઢોડીયા પટેલ (બંને રહે.બામણામાળદુર ગામ, ડોલવણ)નોઓને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ લીસ્ટેડ બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે બે જણાને વોન્ટેડ જાહેર કરાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500