અઠવાડિયા અગાઉ ડિંડોલી દેલાડવા ગામ પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલ બોલેરો ગાડી સાથે બે ખેપીયાઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં ખેપીયાઓઍ દારૂની હેરાફેરી માટે ગાડીના ઍન્જીન નંબરમાં છેડછાડ કરવાની સાથે બોગસ નંબર પ્લેટ લગાવી હોવાનું બહાર આવતા અલગથી ગુનો દાખલ કર્યા બાદ ગઈકાલે બંને ખેપીયાઓની ધરપકડ કરવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ સ્ટાફના માણસોઍ બાતમીના આધારે ગત તા ૫મીના રોજ પોણા દસેક વાગ્યે ડિંડોલીના દેલા઼ડવા ગામ દિપદર્શન સ્કુલ પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલ બોલેરો ગાડી સાથે કિશોર દેવરામ વાનખેડે (રહે, મહાદેવનગર આસપાસ ત્રમ રસ્તા ગોડાદરા) અને કિરણ ઉર્ફે સુનીલ યુવરાજ પાટીલ (રહે, કૈલાશનગર ડિંડોલી) ઝડપી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા ૧,૩૪,૦૦૦નો ઈંગ્લીશ દારૂ અને બોલેરો ગાડી મળી કુલ રૂપિયા ૬,૪૯,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તપાસ દરમ્યાન ખેપીયાઓઍ દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ બોલોરે ગાડીની તપાસ કરતા તેના ઍન્જીન નંબરમાં છેડછાડ કર્યો તો તેમજ નંબર પ્લેટ પણ બોગસ લગાડી હોવાનુ બહાર આવતા બંને સામે અલગથી બનાવટી દસ્તાવેજ મામલે ગુનો દાખલ કર્યો હતો. અને ગઈકાલે તપાસ કરનાર પીઍસઆઈ પી.ઍમ.વાળાઍ ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500