Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બુટલેગરની હોંશિયારી ન ચાલી : તાપી પોલીસે બ્રેકડાઉન ક્રેઇનની પાછળ ટોચન કરેલ ટેમ્પોમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

  • March 24, 2024 

તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઉચ્છલ–સોનગઢ નેશનલ હાઇવે માર્ગ પરથી બ્રેક ડાઉન ક્રેઇનની પાછળ ટોચન કરેલ ટેમ્પોમાં ગાદલાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ટેમ્પોને ઝડપી પાડયો હતો અને અંદાજે રૂપિયા ૩.૭૧ લાખની કિંમતના મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.

તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગૃપમાં જોડાવા માટે 7820092500 પર hiલખી મોકલો

પ્રથમ દ્રષ્ટિએ  બ્રેકડાઉન ક્રેઇનની પાછળ ટેમ્પો ટોચન કરેલ હતો અને તેમાં ગાદલા ભરેલ હતા,પરંતુ પોલીસને પાકી બાતમી મળી હોવાથી બ્રેક ડાઉન ક્રેઇનની પાછળ ટોચન કરેલ ટેમ્પોમાં ગાદલાની આડમાં લઇ જવાતા બોક્ષ ખોલી અને તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણકે ટોચન કરેલ ટેમ્પોમાં ગાદલાની આડમાં દેવિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો હતો.આથી પોલીસે બંને ટેમ્પોનો કબજો લઇ ૨ વ્યક્તિની ધરપકડ કરી છે.

તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગૃપમાં જોડાવા માટે 7820092500 પર hiલખી મોકલો

તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ આજરોજ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન એએસઆઈ જગદીશભાઈ જોરારામભાઈ અને હેડ કોન્સ્ટેબલ બીપીનભાઈ રમેશભાઈને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે,મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી એક ટાટા કંપનીની પીકઅપ બ્રેક ડાઉન ક્રેઇન નંબર એમએચ/૦૪/એફડી/૯૨૮૦ની પાછળ ટોચન કરેલ છોટા હાથી ટેમ્પો નંબર જીજે/૦૨/ઝેડઝેડ/૨૩૬૦માં ગાદલાની આડમાં ઈંગ્લીશદારૂનો જથ્થો ભરી નીકળનાર છે,જે બાતમીના આધારે પોલીસે ઉચ્છલના સાકરદા ગામના ઓવરબ્રીજ પાસે વોચ ગોઠવીને બંને વાહનો ઝડપી પાડ્યા હતા.અને (૧) વસીમ રફીક અહેમદ અખ્તર રહે.ઇસ્લામાબાદ માલેગાંવ જી.નાસિક- મહારાષ્ટ્ર (૨) યોગેશ રઘુનાથ તાવડે રહે.આરાધના કોલોની ગંગાધરા તા.પલસાણા મૂળ રહે.અક્કલકુવા જી. નંદુરબાર – મહારાષ્ટ્ર નાને ઝડપી પાડવામાં આવ્યો હતો,જયારે અન્ય ૨ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગૃપમાં જોડાવા માટે 7820092500 પર hiલખી મોકલો


તપાસ દરમિયાન પોલીસે બ્રેકડાઉન ક્રેઇનની પાછળ ટોચન કરેલ ટેમ્પોમાં ચેક કરતા ગાદલાની આડમાં ખાખી પૂઠાના બોક્ષમાંથી ૧,૬૫ લાખની ૨૨૫૬ બોટલ અને મોબાઈલ ફોન સહીત કુલ રૂપિયા ૩,૭૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.મહત્વપૂર્ણ છે કે,રાજ્યના પડોશી મહારાષ્ટ્રનું નવાપુર ગામ બુટલેગરો માટે આશીર્વાદ રૂપ બન્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application