હુમા કુરેશીએ રોમેન્ટિક અને ઓફબીટ વિષયની ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ ઓન સ્ક્રિન એક્શન કરવાની તક મળી હતી. ‘એનિમલ’માં રણબીર કપૂરને જોયા પછી હુમા કુરેશીને એક્શન ફિલ્મ કરવાની ઈચ્છા છે. હુમાએ જણાવ્યુ હતું કે, ‘એનિમલ’ની જેમ હાથમાં મશીન ગન પકડીને હજારો લોકોને મારી નાખવાનો સીન હોય તેવી ફિલ્મ કરવી છે. ‘એનિમલ’નો આલ્ફા મેલ અને તેનું મ્યૂઝિક ખૂબ સરસ છે અને ફિલ્મ પણ સારી બની છે. હુમાને ‘એનિમલ’ ખૂબ પસંદ આવી હતી અને ‘એનિમલ’ની ટીકા અંગે હુમાએ જણાવ્યુ હતું કે, દરેક પ્રકારની ફિલ્મો બનવી જોઈએ. કઈ ફિલ્મ જોવી કે ન જોવી તે ઓડિયન્સની પસંદગી છે.
મારે તો એવી ફિલ્મ કરવી છે, જેમાં મશીન ગન પકડીને હજારો લોકોને મારવાના હોય. ખૂબ જ વિનાશકારી હોય તેવી ઘટનાના ભાગ બનવાનું ખૂબ એક્સાઈટિંગ છે. વોલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ કે એનિમલ જેવી ફિલ્મો જોયા પછી એક્ટર તરીકે આવા એક્સાઈટિંગ રોલ કરવાનો ઈચ્છા થઈ છે. ‘એનિમલ’માં મહિલાઓનું અપમાન થયું હોવાના અને આલ્ફા મેલને પ્રોત્સાહન અપાયું હોવાના દાવા થાય છે.
ઓડિયન્સ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ‘એનિમલ’ અંગે વિરોધાભાસી અભિપ્રાય છે. કેટલાક લોકોના મતે આ પ્રકારની ફિલ્મો સમાજને ખરાબ મેસેજ આપે છે. આ અંગે હુમાએ કહ્યું હતું કે, ફિલ્મોના કારણે લોકો પર કેવી અસર પડે છે તે અંગે ચર્ચા થવી જોઈએ. અમે ઘણી સારી ફિલ્મો બનાવતા આવ્યા છીએ. આવી ફિલ્મોથી સમાજમાં સુધારો થવો જોઈએ. સમાજમાં સુધારો ન આવ્યો હોય તો ફિલ્મોના કારણે સમાજમાં દૂષણ ફેલાવાની આશંકા પણ અસ્થાને છે. એનિમલ અને મહારાની જેવી ફિલ્મો બનવી જોઈએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500