ચોર્યાસી તાલુકાના લાજપોર ગામની જમીનના મૂળ માલિક માતા-પુત્રના મૃત્યુ બાદની તારીખે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી કરોડો રૂપિયાની જમીન બારોબાર વેચાણ કરી દેનાર લાજપોરના ઇલ્યાસ કાસુજી સહિતની ટોળકી અને નોટરી સહિત સાત વિરૂધ્ધ સચિન પોલીસે ફરીયાદ નોંધી છ ની ધરપકડ કરી છે.
mltiમળતી માહિતી મુજબ ચોર્યાસી તાલુકાના લાજપોર ગામના ઉતારા મહોલ્લામાં રહેતા ફાતેમા મોહમદ પટેલ ની વડીલોપાર્જીત લાજપોર ગામના સર્વે નં.22/1 ના બ્લોક નં.23 વાળી જમીન પોતે નિસંતાન હોવાથી જમીન માસીના દીકરા ઇરફાન સુલેમાન ઘરડાના નામે કરવાની તજવીજ શરૂ કરી હતી. જે અંતર્ગત લાજપોર ગ્રામ પંચાયતમાં તપાસ કરતા જમીનની 7/12 માં અમૃત દેવચંદ પટેલના નામે હોવાનું જાણવા મળતા ફાતેમા ચોંકી ગયા હતા.જેથી ઇરફાને જમીનના તુમારની નકલ કઢાવતા જાણવા મળ્યું હતું કે ફાતેમાના પિતા મહમદ અહમદ પટેલનું માર્ચ 2001 માં મોત થયું હતું.
જયારે દાદી શકીના અહમદ પટેલનું જાન્યુઆરી 1993 માં મોત થયું હોવા છતા ઇલ્યાસ ઇસ્માઇલ કાસુજી (રહે. બજાર ફળીયું, લાજપોર, તા. ચોર્યાસી, સુરત) ના કહેવાથી ઇસ્લાઇલ યુસુફ બુલબુલીયા (રહે. ઘરડા મહોલ્લા, લાજપોર) એ બોગસ પાવર ઓફ એટર્ની બનાવી હતી. જેમાં સાક્ષી તરીકે અઝહરૂદ્દીન ઉર્ફે હઝરૂદ્દીન મોયુદ્દીન નવાબ (રહે. વાડી ફળીયું, લાજપોર), સાદીક રશીદ આખા, (રહે. ઝુમ્મા મસ્જિદ ફળીયું, લાજપોર), ઐયુબ રશીદ અંસારી (રહે. ઘરડા મહોલ્લા, લાજપોર), અબ્દુલ્લા અનવર ઘરડા (રહે. ઘરડા મહોલ્લો, લાજપોર) એ સહી કરી હતી. જયારે બોગસ પાવરને એડવોકેટ નોટરી રામપાલ (રહે. બજાર ફળીયું, લાજપોર) એ નોટોરાઇઝ કરી બારોબાર જમીન વેચી દેવામાં આવી હતી. જેને પગલે ફાતેમા પટેલે સચિન પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે નોટરીને બાદ કરતા તમામની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ઇલ્યાસ કાસુજી અગાઉ પણ જેલની હવા ખાઇ ચુકયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500