Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોગસ GST અધિકારી વેપારી પાસેથી સોપારીના સામાનનું બિલ માંગી બળજબરી કરતા ભેરવાયો

  • January 14, 2023 

સુરતના કાપોદ્રા વિસ્તારમાં બોગસ જીએસટી અધિકારીના સ્વાંગમાં 7.60 લાખ રૂપિયાની સોપારી બળજબરી પૂર્વક ફરિયાદી પાસેથી કઢાવી લઈ ભાગી જનારા 3ને ઇસ્મોને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. સાથે જ મુખ્ય આરોપીને કાપોદ્રા પોલીસે પકડી પાડતા તમામ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


તારીખ 4 જાન્યુઆરી 2023 ના રોજ સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરાબાગ સર્કલ પાસે આવેલા મહાદેવના મંદિરની પાછળના ભાગમાં 4 અજાણ્યા ઈમોએ એક ટેમ્પો ઉભો રાખી પોતે રાજ્ય સરકારના કર્મચારી હોવાની ખોટી ઓળખ ઉભી કરીને ટેમ્પોમાંથી સોપારીની 37 બોરી બળજબરીપૂર્વક ફરિયાદી પાસેથી કઢાવી લીધી હતી અને આ મુદ્દામાલની કિંમત 7,59,622 થાય છે.



આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ આ ગુનાની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ટેકનીકલ સર્વેલાન્સના માધ્યમથી આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે બાતમીના આધારે આરોપી અવિનાશ ચૌહાણ, મિલન ડાભી અને મિલન સરપદડિયાની ધરપકડ કરી છે.



આ તમામ ઈસમોની ધરપકડ સરથાણાના વાલક પાટીયા પાસે આવેલ સ્વામિનારાયણ મંદિર તરફ જતા રોડ પરથી કરાય છે. તેમની પાસેથી 18 સોપારીની બોરી જપ્ત કરવામાં આવી છે જેની કિંમત 3,59,000 થાય છે. આ ઉપરાંત એક મોટરસાયકલ અને મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યું છે.ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ સાથે જ મુખ્ય આરોપી જે જીએસટી અધિકારી બન્યો હતો તેને કાપોદ્રા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો આરોપી સુરાજસિંહ મોરી જીએસટી અધિકારી બની સમગ્ર ઘટનામાં મુખ્ય રોલ ભજવ્યો હતો જેની ધરપકડ કાપોદ્રા પોલીસે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application