વાપી ગુજરાત હાઉસિંગ બોર્ડ ગુંજન ખાતે રહેતા શિવશંકર પ્રકાશભાઈ પરોડકર (ઉ.વ.૨૪) ઉમરગામ સ્ટેશન નજીક મહારાષ્ટ્રના તલાસરી તાલુકાના વેવજીમાં લોકમાન્ય તિલક હિન્દી હાઈસ્કૂલ ખાતે નોકરી કરતા હતા. જોકે મંગળવારે નોકરીએથી ઘરે નહીં આવતા પરિવારે શોધખોળ કરી હતી. જયારે સવારે પરિવારે શિવશંકરના મોબાઈલ ઉપર ફોન કરતા રેલવે પોલીસે ફોન ઉપાડી જણાવ્યું કે હુમરણ ટ્રેકની બાજુમાં એક બેગ મળી છે જેમા આ મોબાઈલ હતો જે સંજાણ રેલવે સ્ટેશન માસ્ટરની ઓફિસે આપ્યો છે. જે બાદ પરિવારજનો હુમરણ બ્રિજ પર પહોંચી શોધખોળ કરતા હતા તે દરમિયાન બપોરના ૨:૩૦ વાગ્યે રેલવે ટ્રેક પર કામ કરતા માણસોએ વારોલી નદીમાં લાશ જોતા પોલીસને જાણ કરી હતી. પોલીસ અને પરિવારજનો હુમરણ રેલવે બ્રિજ નીચે પહોંચી વારોલી નદીમાંથી લાશ બહાર કાઢાવી તો તે શિવશંકર હોવાનું જણાવ્યું હતું. ઉમરગામ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application