Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કરાંચીથી નિકળી હતી બોટ, 300 કરોડના ડ્રગ્સ સાથે 6 પિસ્તોલ, 120 કારતુસ જપ્ત કરાયા, 5 દિવનું ઓેપરેશન - આશિષ ભાટીયા

  • December 27, 2022 

ગઈકાલે એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત રીતે મળીને 300 કરોડનું ડ્રગ્સ ઓખા ખાતેથી ઝડપી પાડ્યું છે. ત્યારે તેની સાથે સાથે 10 પાકિસ્તાનીઓ અને તેમની પાસેથી હથિયાર પણ બરામત કરાયા છે.


આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપતા રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ કહ્યું કે, સીલીન્ડરમાં ડ્રગ્સ ભરેલું હતું. આ સાથે તેમની પાસેથી હથિયારો પણ ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઓપરેશન 4થી 5 દિવસ ચાલ્યું હતું. બાતમીના આધારે આ ઓપરેશન શરુ કરાયું હતું. જેમાં સંયુક્ત ઓપરેશનમાં સફળતા મેળવ છે. ઘણા સમય બાદ આ પ્રકારે હથિયારો પણ ડ્રગ્સની સાથે ઝડપાયા છે.આ આતંકવાદીઓ બલુચિસ્તાનના રહેવાસી છે તેમ પણ રાજ્ય પોલીસ વડાએ કહ્યું હતું. સિલીન્ડરમાં માદક પદાર્થ પણ રાખ્યો હતો.




બોટ કરાંચી પાસેથી નિકળી હતી

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ વધુમાં કહ્યું કે, બોટ પાકિસ્તાનના કરાંચી નજીકથી નિકળી હતી. ઓખાના દરિયામાં મેગા ઓપરેશન ઓપરેશન પ્લાનિગં સાથે હાથ ધરાયું હતું. કોસ્ટ ગાર્ડે આખુ ઓપરેશન તૈયાર કર્યું હતું. લાંબા સમય બાદ હથિયારો પણ બોટમાંથી મળી આવ્યા છે. 40 કિલો હેરોઈ, 6 પિસ્તોલ, 12 મેગઝીન, 120 કારતુસ મળી આવ્યા હતા. અલગ અલગ સિલીન્ડરમાં હથિયારો હતા. બોટને ખેંચીને ઓખા બંદર અત્યારે લાવવામાં આવી રહી છે. અલ સોહીલી નામની પાકીસ્તાની બોટ હતી.



1992 બાદ પ્રથમ વખત આટલા પ્રમાણ હથિયારો ઝડપાયા

18 મહિનામાં 7મું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી આ બાતમીના આધારે ડ્રગ્સ પકડવાનું પ્લાનિંગ પણ ચાલી રહ્યું હતું.  300 રોડના ડ્રગ્સ સાથે 10 પાકિસ્તાની ઝડપાયા છે. બોટમાં રહેલા તમામની અત્યારે ધરપકડ કરવામાં આવી છે. 1992 બાદ પ્રથમ વખત આટલા પ્રમાણ હથિયારો ઝડપાયા છે. સંયુક્ત ઓપરેશનમાં જોડાયેલા અધિકારીઓને ઈનામ આપવામાં આવશે. તેમ રાજ્ય પોલીસ વડાએ કહ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application