Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નશાનો કાળો કારોબાર: SOGએ નશાકારક ચોકલેટનો જથ્થો ઝડપી પાડ્યો

  • October 15, 2023 

જામનગરમાં SOGએ નશાકારક ચોકલેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. શહેરમાં ત્રણ સ્થળો પર નશાકારક ચોકલેટ ઝડપાઈ છે. દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં અલગ-અલગ સ્થળ પરથી SOGએ રૂ. 31 હજારની કિંમતની 21,805 નંગ શંકાસ્પદ લાગતી નશાકારક ચોકલેટનો જથ્થો કબજે લીધો છે.નશાકારક સીરપ બાદ નશાકારક ચોકલેટ બજારમાં મળી આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.


નશાના રવાડે ચાડેલા લોકો માટે અગાઉ નશાકારક સીરપ કે જે આર્યુવેદિક સીરપના ઓઠા હેઠળ પાન મસાલાની દુકાનમાં મળતી હતી. ત્યાર બાદ પોલીસે ધોંસ બોલાવતા હવે નશાકારક ચોકલેટ બજારમાં આવી છે.


જમનગર એસઓજીને મળેલી બાતમીના આધારે જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બે પાનની દુકાનો અને તેને ત્યાં ચોકલેટ વિતરણ કરતા શખ્સના ગોડાઉનમાંથી કુલ રૂપિયા 34,305ની કિંમતની 21,805 નંગ નશાકારક ચોકલેટનો જથ્થો શંકાસ્પદ હાલતમાં એસઓજીએ જપ્ત કરી એફએસએલમાં તપાસ અર્થે મોકલાવ્યો છે.


દિગ્વિજય પ્લોટ 58 વિસ્તારમાં આવેલા ઉમંગ પાન એન્ડ કોલ્ડ્રિંગ્સ, પાયલ પાનની બંને દુકાનો ઉપરાંત પાન મસાલાની દુકાનમાં ચોકલેટ સપ્લાય કરતા રામશીભાઈ લાખાભાઈ ગોજીયાના રહેણાક મકાનમાં જુદા-જુદા નામ અને લેબલ લગાવેલી નશાકારક ચોકલેટ વેચાતી હોવાની વાતને લઈને એસઓજીએ દરોડો પાડી શંકાસ્પદ ચોકલેટનો જથ્થો જપ્ત કર્યો છે. આ જથ્થો એફએસએલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application