Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિચિત્ર અકસ્માત : વ્યારાના ચીખલદા ગામ પાસે બે બાઈક અને કાર વચ્ચે અકસ્માત, બાઈક ચાલકનું મોત

  • September 12, 2021 

વ્યારાના ચીખલદા ગામ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક બાઈક આગળ ચાલતી અન્ય બાઈક પાછળ અથડાયા બાદ સામેથી આવતી કાર સાથે ટકરાઈ હતી. આ બનાવમાં સરૈયાગામના બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું.

 

 

 

 


મળતી માહિતી અનુસાર વ્યારાના સરૈયાગામના દાદરી ફળીયામાં રહેતો હેમંતભાઈ બાપજીભાઈબ ગમીત આજરોજ સવારે તેના મિત્ર સાથે પોતાની સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે/૨૬/એચ/૪૧૫૫ લઇને ઘરેથી વ્યારા તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ગામના જ ખલખડી ફળીયામાં રહેતો સુધીરભાઈ અશ્વિનભાઈ ગામીતએ પોતાના કબ્જાની બાઈક નંબર જીજે-૨૬/એએ/ ૯૩૦૩ ની પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવી હેમંતભાઈની બાઇકના પાછળના ભાગે એરિયલ સાથે અથડાવી હતી. જેના કારણે સુધીરભાઈએ બાઈક ઉપરનો કાબુ ગુમાવતા સામેથી આવતી એક કાર નંબર જીજે/૦૫/આરજે/૧૦૫૦ ની સાથે ટકરાતા સુધીરભાઈના કપાળે અને શરીરે ગંભીર ઈજાઓ પહોચતા તેમનુ મોત નિપજયું હતું.

 

 

 

 

 

બનાવ અંગે બાઈક નંબર જીજે/૨૬/એચ/૪૧૫૫ નો ચાલક હેમંતભાઈ ગામીતની ફરિયાદના આધારે વ્યારા પોલીસે બનાવ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application