વૈશ્વિક મહામારી કોરોના કહેર વચ્ચે બડૅ ફ્લુ એ ભારતના અન્ય વિસ્તારોની સાથે ગુજરાતમાં પણ પ્રવેશ કરી લીધો છે.બડૅ ફ્લુ ને પગલે રાજ્ય સરકારે તમામ જિલ્લાઓને એલર્ટ રહેવા માટેના આદેશ પણ કર્યા છે ત્યારે માણાવદર બાદ સુરતના બારડોલી નજીક ગત છઠ્ઠી એ ભેદી સંજોગોમાં મૃત હાલતમાં મળી આવેલા ચાર કાગડા પૈકી બે કાગડા ના મોત બડૅ ફ્લૂ થી થયાનું જણાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે સલામતીના ભાગરૂપે મઢી આસપાસના એક કિલોમીટરના ત્રિજ્યાના વિસ્તારમાં પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવા માટે તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે,
પક્ષીઓની હેરફેર પર પ્રતિબંધ મુકવામાં આવશે.
પશુપાલન વિભાગના અધિકારી મુજબ સુરત જિલ્લાના બારડોલી નજીક મઢી રેલ્વે સ્ટેશન સ્ટાફ ક્વાર્ટર્સ પાસે ગત છઠ્ઠી જાન્યુઆરીના રોજ સવારે ચાર કાગડાના ટપોટપ મોત થયાની ઘટનાને લઇને પશુ રોગ નિષ્ણાત ડોક્ટર ઉસ્માની સહિતની ટીમે મૃત હાલતમાં મળી આવેલા ચાર કાગડાના મૃતદેહ ને એર ટાઈટ પેકિંગ કરીને પક્ષી મરણ જેવી ઘટનાઓમાં વધુ તપાસ માટે હાઈ સિક્યુરિટી એનિમલ ડિસીઝ લેબ ભોપાલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં બે કાગડા ના મોત બડૅ ફ્લૂથી થયાનું જણાતા દોડધામ મચી જવા પામી છે. જિલ્લામાં પશુપાલન સહિતના વિભાગો આ ઘટનાને પગલે તાબડતોબ હરકતમાં આવ્યા છે અને જવાબદાર અધિકારીઓ જાત તપાસ પણ કરી રહ્યા છે નાયબ પશુપાલન અધિકારી દવેએ બડૅ ફ્લુ ની પુષ્ટિ અંગેની વધુ વિગતો આપતા ઉમેર્યું કે મઢી આસપાસના એક કિલોમીટરના ત્રિજ્યાના વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા માટેનું જાહેરનામું બહાર પાડવા માટેની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે આ વિસ્તારમાં પક્ષીઓની હેરફેર કરી શકાશે નહીં તેમજ મીટ ની હેરફેર ઉપર સખ્ત રીતે પ્રતિબંધ મૂકવા માં આવશે.
મઢીના 1 કિલો મીટરની ત્રિજ્યામાં ના વિસ્તારમાં પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવા તજવીજ
અત્રે ઉલ્લેખનીય છે કે વૈશ્વિક મહામારી કોરોના ને નાથવા માટે સરકાર તેમજ વૈજ્ઞાનિકો ઊંધા માથે થયા છે આગામી દિવસોમાં કોરોનાની રસીકરણ ઝુંબેશનો પ્રારંભ પણ થશે કોરોના કહેર વચ્ચે દેશભરમાં બર્ડ ફ્લુનો ફેલાવો થતાં સરકારને બે મોરચે લડવાની નોબત આવી છે એક તરફ કોરોના ને લીધે માનવજાત પર મોતની તલવાર ખેંચાઈ છે બીજી તરફ અધૂરામાં પૂરું હોય તેમ બડૅ ફ્લુ થી પક્ષીઓના મોત તો થાય છે તેની સાથોસાથ મનુષ્યો પર પણ જોખમ સર્જાઈ શકે તેમ હોય બાળક બડૅ ફ્લુ નેં લઈને તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે.
મહુવાના બામણીયા ગામેથી ચાર કાગડા મળી આવ્યા. બે નાં મોત.
પશુ પાલન વિભાગના અધિકારી એન.એમ.પટેલ નાં જણાવ્યા મુજબ મઢીમાં બડૅ ફ્લુ ની પુષ્ટિ થતાં પશુપાલન. આરોગ્ય વિભાગ અને વનવિભાગને સતર્ક કરી દેવામાં આવ્યું છે. મહુવાના બામણીયા ગામે સુગર ફેક્ટરી પાસે આકાશમાં વિહરતાં ચાર કાગડા અચાનક ટપોટપ જમીન પર પટકાયા હતા પશુપાલન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચતા બે કાગડા ના મોત થયા હતા અને બે કાગડા જીવિત હોય વન વિભાગને સોંપવામાં આવ્યા છે અને તેમને માવજત ની સાથે આઈસોલેશન માં રાખવામાં આવશે.
હથોડા મરઘાં ઉછેર કેન્દ્ર માં થી ૨૪ સેમ્પલ લઈ પૃથક્કરણ માટે ભોપાલ મોકલાયા.
પશુપાલન વિભાગના તબીબોના મતે ફ્લુ વાયરસ પક્ષીના આંતરડામાં વૃદ્ધિ પામે છે. તથા પક્ષીની ચરક તથા નસિકા સ્ત્રાવ વાટે બહાર નીકળે છે. રોગિષ્ટ પક્ષીની ફક્ત એક ગ્રામ ચરક દસ લાખ પક્ષીમાં ચેપ ફેલાવવા માટે પૂરતી છે રોગમાંથી સાજા થયેલા પક્ષીની ચરક માં દસ દિવસ સુધી વાયરસ નીકળે છે જે અન્ય તંદુરસ્ત પક્ષીમાં રોગ પેદા કરી શકે છે. તેની તકેદારીના ભાગરૂપે હથોડા ગામે ગતરોજ મરઘા ઉછેર કેન્દ્રમાં ૪૭ મરઘાના મોત બાદ આજે રવિવારે મરઘાં ના ૧૨ હગારના અને ૧૨ ગળાના મળી કુલ. મિલાવીને ૨૪ સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે ભોપાલ લેબમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500