વાલોડ તાલુકાના કલમકુઈ ગામના ઓગણી આંબા ફળીયામાં રહેતા હિતેશભાઈ રામુભાઈ ચૌધરી આજરોજ વ્યારા ખાતે લોનના કામ અર્થે આવ્યા હતા. પરત ઘરે ફરતી વખતે હિતેશભાઈએ પોતાના કબજાની મોટર સાયકલ નંબર જીજે/26/કે/3584 ઉપર પોતાની માતા કપિલાબેન તથા પોતાની ભાભી સંગીતાબેનને બેસાડી ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાન
રોડની બાજુમાં આવેલ ઇલેક્ટ્રિક લાઈનના સિમેન્ટના થાંભલા સાથે બાઈક અથડાઈ હતી
ભાનાવાડી ગામની સીમમાં આવેલ કંસારીયા ફળીયામાંથી પસાર થતો વ્યારા લોટરવા રોડ ઉપર રાકેશભાઈ લલ્લુભાઈ ગામીત ના ઘરની પાસે હિતેશભાઈ મોટર સાયકલના સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રોડની કિનારે આવેલ ઇલેક્ટ્રિક લાઈનના સિમેન્ટના થાંભલા સાથે મોટર સાયકલ અથડાઈ હતી.
જેના કારણે બાઈક ઉપર સવાર ત્રણેય જણાને ગંભીર ઈજા પહોચી હતી. તમામને નજદીકની જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જોકે ટુકી સારવાર દરમિયાન હિતેશભાઈ ચૌધરીનું મોત નીપજ્યું હતું. જયારે માતા કપિલાબેન તથા ભાભી સંગીતાબેનને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે વર્ષાબેન શૈલેષભાઈ ચૌધરીની ફરિયાદના આધારે કાકરાપાર પોલીસે બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500