Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા અને ઉચ્છલ માંથી બાઈકની ચોરી, પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

  • August 29, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં વ્યારા અને ઉચ્છલ માંથી બાઈકની ચોરી થતાં પોલીસ ફરિયાદ કરવામાં આવતાં પોલીસે ગુનો નોંધી બાઈક ચોરને પકડી પાડવાની તજવીજ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાનાં વ્યારા તાલુકાનાં બાલપુર ગામનાં વાણીયા ફળિયામાં રહેતા સંજયભાઈ રાયસિંગભાઈ ગામીત નાઓએ ગત તારીખ 01/06/2023નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/L/2507ને બાલપુર ગામનાં પાંઢર ફળિયામાં પ્રાથમિક શાળાનાં ગેટ પાસે બાઈક લોક કરી પાર્ક કરી મુકેલ હતી જે કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.



બનાવ અંગે વ્યારા પોલીસ મથકે તારીખ 26/08/2023નાં રોજ સંજયભાઈ ગામીત નાંએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે બીજા બનવામાં ઉચ્છલનાં પાંખરી ગામનાં નિશાળ ફળિયામાં રહેતા ચંદુભાઈ બાબુભાઈ ગામીત નાએ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/E/5101ને ઘરનાં આંગણામાં મૂકી હતી જે બાઈકની ચોરી કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે ચંદુભાઈ ગામીત નાએ રૂપિયા 30,000/-ની બાઈક ચોરી થયાની ફરિયાદ ઉચ્છલ પોલીસ મથકે આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application