Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા વાહન અડફેટે આવતાં બાઈક સવાર યુવકનું મોત

  • November 22, 2023 

વડોદરાનાં વાઘોડિયા રોડ પર રહેતો યુવક બાઇક લઇને કપુરાઇ ચોકડી નજીકથી પસાર થતો હતો. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લેતા ગંભીર ઇજા થતા મોત નિપજ્યું છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તરસાલી વિસ્તારમાં રહેતો 39 વર્ષનો નિરવ દિનેશ કુમાર પંડયા નોકરી કરે છે. જયારે રાતે તે પોતાની બાઇક લઇ કપુરાઇ ચોકડી પાસેથી પસાર થતો હતો. તે દરમિયાન અજાણ્યા વાહને તેને ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પરંતુ તેનું મોત નિપજ્યું હતું. નિરવની સાથે અન્ય એક 40 વર્ષના યુવકને પણ ગંભીર ઇજા થઇ હતી. બનાવ અંગે વાડી  પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application