Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના કપડવણ પાસે બાઈક ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત

  • December 29, 2020 

બાઈક ઝાડ સાથે અથડાતા બાઈક ચાલક નું મોત નીપજ્યું હોવાનો બનાવ વ્યારા પોલીસ મથકે દાખલ થયો છે.

 

 

 

 

મળતી માહિતી અનુસાર વ્યારા તાલુકાનાં ડોલારા ગામે ડુંગરી ફળિયામાં રહેતાં રાજેશભાઈ મનાભાઇ ગામીત(ઉ.વ.35) નાઓ રવિવારે પોતાની બાઈક નંબર જીજે/૨૬/ક્યુ/૧૬૩૩ ઉપર સવાર થઈને અંગત કામે વ્યારા તાલુકાનાં બાલપુર ગામે ગયાં હતા. તેઓ સાંજે 7:30 કલાક ના અરસા માં બાઈક પર ઘરે પરત થઇ રહ્યાં હતા. ત્યારે બાલપુર રોડ પર આવેલ કપડવણ ગામે જી.ઈ.બી.સબ સ્ટેશનની સામે રાજેશ ગામીતે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રોડની સાઇટે વૃક્ષમાં બાઈક અથડાઇ હતી જેના કારણે તેઓ જમીન પર પટકાતાં  માથેના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સરજીભાઈ ચિમનભાઈ ગામીત ની ફરિયાદના આધારે વ્યારા પોલીસે બનાવ દાખલ કરી વધુ તપાસ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application