Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બિગ બોસ 16 ફેમ અબ્દુરોજિક 7 જુલાઈના દિવસે કરશે લગ્ન

  • May 11, 2024 

સોશિયલ મીડિયા સેન્સેશન અને રિયાલિટી શો બિગ બોસ 16 ફેમ અબ્દુરોજિક ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. આ જાહેરાત તેને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને તેના ચાહકોને જણાવ્યું કે તેણે તેની ફ્યુચર વાઈફ માટે એક વીંટી પણ ખરીદી હોવાનું જણાવ્યું છે. ત્યારે  આ વીડિયો સામે આવતા ફેન્સ સવાલ કરી રહ્યા છે કે શું ખરેખર તે લગ્ન કરવા જઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેને શુભકામનાઓ અને અભિનંદન પાઠવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અબ્દુરોજિકની ભાવિ પત્ની શારજાહની છે. અબ્દુરોજિક 19 વર્ષની અમીરાતી યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.


તેણે ઈન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરી અને લખ્યું, ‘મેં મારા જીવનમાં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આટલો ભાગ્યશાળી હોઈશ કે મને એવો પ્રેમ મળશે જે મારું સન્માન કરે અને હંમેશા મને સપોર્ટ કરશે. 7મી જુલાઈ મારા માટે ખૂબ જ ખાસ છે!! હું તમને શબ્દોમાં કહી શકતો નથી કે હું કેટલી ખુશ છું. ત્યારે અબ્દુ7 જુલાઈના દિવસે લગ્ન કરવાનો છે તે જાહેર કર્યું છે. અબ્દુરોઝિક7 જુલાઈ 2024 ના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. સિંગરે પોતે પોતાના સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આ જાણકારી આપી છે. છોટાભાઈજાન તરીકે જાણીતા અબ્દુરોજિકના લગ્નનો આ વીડિયો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. હવે તે દરમિયાન, વિશ્વના સૌથી યુવા ગાયક અબ્દુરોજિકની ભાવિ કન્યા કોણ છે? આ બાબતને લઈને ચાહકોમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application