સમગ્ર દેશમાં વધતી ગેસ સિલિન્ડરની કિંમતોને મુદ્દે સરકારી તેલ કંપનીઓએ મોટો નિર્ણય લીધો છે. ગેસ સિલિન્ડર ખરીદવા માટે હવે તમારે વધારે રૂપિયા ખર્ચ કરવા પડશે. LPG સિલિન્ડર પર મળનારી છુટને હવે ખતમ કરી દેવાઈ છે. એટલે કે હવે તમારે LPGની બુકિંગ માટે વધારે રૂપિયા ખર્ચ કરવા પડશે. સરકારી તેલ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર 200થી 300 રૂપિયા સુધીની છુટ આપવામાં આવતી હતી.
જેને હવે બંધ કરી દેવાઈ છે. ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા કોમર્શિયલ સિલિન્ડર પર વધારે ડિસ્કાઉન્ટ આપવા જવાની ફરિયાદોને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશની ત્રણેય સરકારી તેલ કંપનીઓ ઈન્ડિયન ઓયલ કોર્પોકેશન (IOC) અને એચપીસીએલ (HPCL) અને બીપીસીએલ (BPCL)એ જાણકારી આપતા ડિસ્ટ્રીબ્યુટર્સને કહ્યુ છે કે, હવેથી કોઈ પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ધરાવતા ગ્રાહકોને છુટની સુવિધા મળશે નહીં. આ નિર્ણય 8 નવેમ્બરથી લાગુ થઈ ચૂક્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application