Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોટા સમાચાર / બેંક ગ્રાહકોને મળશે શાનદાર સુવિધા, ગૃહ મંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત

  • August 12, 2022 

હવે સહકારી બેંકના ગ્રાહકોને સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે. તેના માટે સરકાર સહકારી બેંકોને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર (DBT) સાથે જોડશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આ જાણકારી આપી. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે હાલમાં સરકારના 52 મંત્રાલયો દ્વારા ચલાવવામાં આવતી 300 યોજનાઓનો લાભ DBT દ્વારા લાભાર્થીઓને પહોંચાડવામાં આવી રહ્યો છે, એટલે કે હવે સહકારી બેંકોના ગ્રાહકોને આ તમામ યોજનાઓનો લાભ મળશે.




અમિત શાહે આપી મોટી જાણકારી

અમિત શાહે એ પણ માહિતી આપી હતી કે બેન્કિંગ ક્ષેત્રમાં પહેલા કરતા ઘણો સુધારો થયો છે અને તેના કારણે દેશના નાગરિકોને બેન્કિંગ સેવાઓનો લાભ મળી રહ્યો છે. આ સિવાય જન ધન યોજનાના કારણે 45 કરોડ નવા લોકોના બેંક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યા છે. આવા 32 કરોડ લોકોને પણ RuPay ડેબિટ કાર્ડનો લાભ મળ્યો છે. અમિત શાહે જણાવ્યું કે આ બધું PM મોદીના 'સહકાર સે સમૃદ્ધિ કા સંકલ્પ'ના કારણે થયું છે.




બેંક ગ્રાહકોની થશે બલ્લે – બલ્લે

અમિત શાહે જણાવ્યું કે દેશની સમૃદ્ધિ અને આર્થિક ઉન્નતિમાં સહકારી ક્ષેત્રનું મહત્વનું યોગદાન રહેશે. પીએમ જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા કરોડો નવા એકાઉન્ટના ડિજિટલ ટ્રાન્જેક્શન પણ એક ટ્રિલિયન ડોલરને પાર કરી ગયા છે. વર્ષ 2017-18ના ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સરખામણીમાં તેમાં 50 ગણો વધારો થયો છે. ડીબીટી સાથે સહકારી બેંકો જોડાવાથી નાગરિકો સાથે વધુ જોડાણ વધશે અને સહકારી ક્ષેત્ર વધુ મજબૂત બનશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આ બેંકે તેને શાહુકારોની ચુંગાલમાંથી બચાવવામાં મોટી ભૂમિકા ભજવી છે.




હવે લોન લેવી થશે

સસ્તીઅમિત શાહે જણાવ્યું કે આરબીઆઈ અને નાબાર્ડે બેન્કિંગ માટે જે નિયમ અને માપદંડ બનાવ્યા છે, તેના તમામ માપદંડો પર ખેતી બેંકે પોતાને સાબિત કરી છે. અગાઉ બેંક દ્વારા 12થી 15 ટકાના વ્યાજે લોન મળતો હતો, જે હવે 10 ટકા પર આવી ગયો છે. આટલુ જ નહીં લોન ચુકવનાર લાભાર્થીઓને બે ટકાની રાહત પણ આપવામાં આવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application