પ્રોજેકટ રોશની હેઠળ નવનિર્મિત ભરૂચના “રેવા સુજની કેન્દ્ર” ખાતે ભારત સરકારના વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયના “એક જિલ્લા, એક ઉત્પાદ” (ODOP -One District One Product) યોજનામાં સમાવિષ્ટ ભરૂચના સુજની બનાવતા કારીગરો અને તાલીમાર્થીઓએ સૌ પ્રથમ સુજની તૈયાર કરી છે. આ ઉપરાંત સુજનીને ભરૂચની આગવી ઓળખ બની રહે તે માટે વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ના જીઓગ્રાફિક ઈન્ડીકેશન ટેગ # Bharuch #Sujani પણ લેવાની પ્રકિયા પણ શરૂ કરવામાં આવી છે. સુજની કળાનું દસ્તાવેજીકરણ કરવા માટે NIFT (National Institute of Fashion Technology)ની ટીમ ૧૫ દિવસ માટે ભરૂચમાં છે. તેમનો રિપોર્ટ સરકારને આગળના પગલાં લેવામાં મદદરૂપ થશે.
જીઓગ્રાફિક ઈન્ડીકેશન(જી આઈ) ટેગ મળવાથી આગવી ઓળખ મળશે સુજનીને... જીઓગ્રાફિક ઈન્ડીકેશન (જી આઈ) ટેગ એવી વસ્તુઓને મળે છે કે અમુક ચોક્કસ વિસ્તાર કે ભૌગોલિક વિસ્તારમાં જ ઉત્પાદન થતી હોય અને જે તે વિસ્તારની ઓળખ હોય અને જે તે વિસ્તાર માટે યુનિક હોય. સમગ્ર ભારતભરમાંથી હાલમાં માત્ર ૩૫૦ જેટલી ચીજ વસ્તુઓને જ જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલ છે. આ ટેગ મળવાથી ભરૂચની સુજનીને પણ આંતરાષ્ટ્રીય બજારમાં પણ નિકાસ કરી શકાશે. જેના કારણે સુજનીને પણ દરિયાપારના દેશોમાં પણ નામના મળશે.
રોશની પ્રોજેકટ અંર્તગત...
યુવા પેઢીને સુજની વણાટકામની તાલીમ આપીને તેમને આર્થીક રીતે પગભર કરાઈ રહ્યા છે, સુજનીના વ્યવસાય સાથે સંકળાયેલ પાયાની સમસ્યાઓને ઓળખીને તેને દૂર કરાઈ જુનો ઈતિહાસ જોઈએ તો આ ૨૦૦ વર્ષ જૂની કલા ખતમ થવાના આરે હતી. કારણ કે આવનારી પેઢીને તેમાં રસ નથી અને તેનું કોઈ વેચાણ પણ થતું નહોતું. આથી જિલ્લા વહીવટીતંત્રએ આ પ્રોજેક્ટ હેઠળ સુજની વણાટકામની આ કળાને આખા સમગ્ર વિશ્વમાં ફેલાવવાનો નિર્ણય લીધો છે. આ માટેનું પ્રથમ સોપાન સુજની બનાવનાર કારીગરોની સહકારી મંડળીની સ્થાપના કરી યોગ્ય મંચ આપવાનું હતું.
આ કળાને બચાવવા માટે પ્રયત્નશીલ કારીગરો અને જિલ્લાના નામાંકીત નાગરિકોને સાથે લાવી ‘શ્રી ભરૂચ જિલ્લા સુજની ઉત્પાદન અને વેચાણ સહકારી મંડળી લિમિટેડ’ની રચના કરવામાં આવી. જિલ્લા વહીવટીતંત્રની મદદથી આ સોસાયટી વડે આ કલાને આગળ વધારવા “રેવા સુજની કેન્દ્ર” સેન્ટરમાં ટ્રેનિંગ આપી અને સુજની બનાવતા શીખવીને રોજગારી આપવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આમ, જિલ્લા વહીવટી તંત્રની પહેલ સ્વરૂપે રેવા સુજની કેન્દ્રના તાલીમાર્થીઓએ સૌ પ્રથમ સુજની વણીને આ પહેલને સાચા અર્થમાં સાર્થકતા અપાવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500