Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ સેશન્સ કોર્ટનો ચુકાદો : ગાંજા સાથે પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો

  • June 10, 2021 

ભરૂચના ચોથા એડી.સેશન્સ જડજે નારકોટીક ડ્રગ્સના કેસમાં આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપ્યો હતો.

 

 

 

 

મળતી માહિતી અનુસાર કેસની વિગત એવી છે કે, તા.૦૩/૦પ/ર૦૧પના રોજ પોલીસ ઈન્સ્પેકટર વી.આર. મલ્હોત્રાને એવી માહિતી મળી હતી કે (એલ.સી.બી.,ભરૂચ) અલ્તાફ હુસેન રહે. મકતમપુર, સૈયદવાડના ઘરમાં ઘણી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો પડેલ છે. આ બાતમી મળતાં જિલ્લા પોલીસ વડાને જાણ કરી અલ્તાફ હુસેનના ઘરે છાપો મારેલો સૈયદવાડ, મકતમપુર ભરૂચ ખાતે પહોંચતા તપાસ આદરતા ગાંજાના છોડ અને નારકોટીક ડ્રગ્સની વ્યાખ્યામાં આવતો પદાર્થ મળી આવેલો આ મળેલ પદાર્થને પોલીસ અધિકારી અને તેમના માણસોએ ફોરેન્સીક લેબમાં તપાસ અંગે રવાના કરેલ અને ગુનો સી.ડિવીઝનમાં નોંધી આગળની તપાસ આદરી હતી. 

 

 

 

આરોપી પાસેથી મળેલ નશાકારક વસ્તુના પેકેટનો અલગ અલગ ઓળખ નંબર આપી પેકેટ તૈયાર કરેલાં આ તમામ માલને લાખ લગાવી સીલ કરવામાં આવેલો સાથે ૧૬૯૧૦ જેટલી રોકડ રકમ પણ મળેલી. પ્લાસ્ટીક વજન કાંટો અને સાથે બે મોબાઈલ જપ્ત કરવામાં આવેલા. ગાંજા હોવા બાબતે તકરાર ઉભી કરવામાં આવેલી. તપાસ બાદ ભરૂચની ડિસ્ટ્રીકટ કોર્ટમાં આરોપી સામે ચાર્જસીટ કરવામાં આવેલી જેનો કેસ દાખલ થયેલો. જેનું ત્હોમતનામું નારકોટ્રીક ડ્રગ્સની કલમ (ડ) ૮(સી) અને ર૦ (બી) હેઠળ ચાર્જ ફ્રેમ કરવામાં આવેલ.

 

 

 

 

કેસની ટ્રાયલ ચાલેલી તેમાં ૧૦ જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવેલી ર૩ જેટલા દસ્તાવેજી પુરાવા દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં બચાવ પક્ષનાં એડવોકેટ દ્વારા (૧) ફરીદ એ. મસ્તાન (સુરત), (ર) રમીઝ ફરીદ મસ્તાન (સુરત), (૩) મુહમ્મદ કાસીમ ઈકબાલ વોરા (ભરૂચ)નાઓની દલીલ ચાલી હતી. જેને કોર્ટ દ્ધારા ગ્રાહય રાખવામાં આવી હતી અને બચાવ પક્ષ તરફ ચુકાદો આપવામાં આવ્યો હતો. તા.૦૮/૦૬/ર૦ર૧ના રોજ આવેલ ચુકાદામાં ડિસ્ટ્રીકટ સેશન્સ જડજ (સ્પેશીયલ કોર્ટ) દ્ધારા ચુકાદો આપવામાં આવ્યો હતો. આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. આ કેસ અંગે ભરૂચમાં ઘણી ચર્ચાઓ હતી. ભરૂચ ખાતે ડ્રગ્સના વેપાર અંગે પણ ચર્ચા ચાલી હતી. પરંતુ સરકારી પક્ષે અને પોલીસ પ્રશાસન દ્ધારા કેસ પુરવાર કરવામાં સફળ ન થતાં આ કેસમાં ઘણાં મુદાઓને ધ્યાને લઈ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. (હનીફ માંજું દ્વારા અંકલેશ્વર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application