ભરૂચ જીલ્લાનાં વિસ્તારમાં યુવકો નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનું વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આધારે તથા પો.ઇન્સ. શ્રી કે.ડી.મંડોરા નાઓના માર્ગદર્શન આઘારે પો.સ.ઇ. એમ.આ.શકોરીયા નાઓ એસ.ઓ.જી. ટીમના પોલીસ માણસો સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અનુસંધાને અંકલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, અંકલેશ્વર GIDC ડેપો તરફથી રેલ્વે સ્ટેશન તરફ જતા રોડ ઉપરથી એક યુવક સીશજ સાદીક શેખ તથા એક યુવતી રસીદાબાનું મીરાજ સાદીક શૈખ(બંને રહે.અદનાન એપાર્ટમેન્ટ-204, ભાટવાડ સુરતી ભાગોળ,અંકલેશ્વર,જી.ભરૂચ) નાઓ કાળા કલરની અસેસ-125 ટુ-વ્હીલર ગાડી ઉપર ગાંજો લઇને આવનાર છે.
જે બાતમીના આધારે પોલીસ ઇન્સપેકટર શ્રી એફ.કે.જોગલ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન તથા એસ.ઓ.જી. ટીમ સાથે બાતમી મુજબ કાર્યવાહી કરતા આરોપીઓ પાસેની અસેસ-125 ટુ-વ્હીલર ગાડીની ડીકીમાંથી ગેરકાયદેસર નશાકારક માદક વનસ્પતિજન્ય પદાઈ ગાંજોનો કુલ જથ્થો 2 કિલો 55 ગ્રામ કિંમત રૂપિયા 12,330/- તથા મોબાઇલ ફોન અને અસેસ-125 ટુ-વ્હીલર ગાડી એમ કુલ મળી રૂપિયા 87,330/-ના મુદામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી પોલીસ ઇન્સપેકટર શ્રી કે.ડી , મંડોરા એસ.ઓ.જી. ભરૂચનાઓ હાથ ધરી હતી.(હનીફ માંજુ દ્વારા ભરૂચ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500