Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ રેલવે પોલીસે હરિદ્વાર-વલસાડ ટ્રેનમાંથી ઉતરેલ એક શખ્સને 27 લાખનાં રોકડ રૂપિયા સાથે ઝડપી પાડ્યો

  • April 26, 2024 

ભરૂચ રેલવે પોલીસે ચેકિંગ દરમિયાન દાહોદનાં એક શખ્સને લાખો રૂપિયા રોકડ રકમ સાથે ઝડપી પાડી પોલીસે આટલી મોટી રકમ તે ક્યાંથી લાવ્યો અને કોણે આપવાનો હતો તે બાબતે પૂછપરછ હાથ ધરી હતી. લોકસભાની ચૂંટણી સમયે કડક ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીઓ કાર્યક્રમ પૂર્ણ થાય એ માટે જિલ્લાનાં દરેક પ્રવેશદ્વારોએ વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી ચૂંટણી વિભાગની ટીમો અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.


ભરૂચ રેલવે પોલીસે પણ લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી પ્લેટફોર્મ અને ટ્રેનમાં કડક ચેકિંગ હાથ ધર્યું હતું જેથી ગુરૂવારનાં રોજ ભરૂચ રેલવે પોલીસ મથકના પી.એસ.આઇ. જે.બી.મીઠાપરા અને તેમની ટીમનાં માણસો લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને અંકલેશ્વર રેલવે પ્લેટફોર્મ પર ચેકિંગમાં હાજર હતા તે સમયે હરિદ્વાર-વલસાડ ટ્રેનમાંથી ઉતરેલ એક શખ્સ પર શંકા જતા તેને રોકી તેની બેગનાં તપાસ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં રોકડા જોતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. જોકે પોલીસે તેને ભરૂચ પોલીસ મથક પર લાવી તપાસ કરતા તેની પાસેથી રોકડ રૂપિયા 27 લાખ મળી આવ્યા હતા. પોલીસે તેનું નામ પૂછતા તે દાહોદની ઝૂલેલાલ સોસાયટીમાં રહેતો યોગેશ પ્રીતમાણી હોવાનું જણાવ્યું હતું. જ્યારે તે આ રૂપિયા અંકલેશ્વરનાં વેપારીને આપવા માટે આવ્યો હતો. જોકે પોલીસે ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટને પણ જાણ કરી હતી. બનાવ અંગે પોલીસે શખ્સ વિરુદ્ધ 41(1) ડી મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application