Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક

  • May 28, 2023 

ભરૂચ જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક જિલ્લા આયોજન કચેરી ભરૂચના સભાખંડમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને તેમજ ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો સર્વશ્રી પદાધિકારીઓ અને જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, સહિત ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓ ધ્વારા રજૂ કરાતા વિકાસલક્ષી પ્રશ્નો અંગે અધિકારીઓને નક્કર કામગીરી કરવા તેમજ તમામ સમસ્યાઓનો સમયસર ઉકેલ ધ્વારા પ્રજાજનોને લોકાભિમુખ વહીવટની પ્રતીતિ કરાવવા જિલ્લા કલેકટરશ્રીએ તાકીદ કરી હતી.






આ વેળાએ ભરૂચ વહીવટીતંત્રનું નવું ઈનેશેટીવ ઈ–રેવા એપ્લિકેશન (ફલ્ડ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એપ્લીકેશન)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરએ ઇ-રેવા એપ્લિકેશનની માહિતી પુરી પાડી ફલ્ડ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એબ્લિકેશન, Early Warning System એપ અંતર્ગત સમગ્ર જિલ્લાના પુર, ભારે વરસાદ જેવી આપત્તીઓથી અસરગ્રસ્ત વિસ્તારોને એક જ પ્લેટફોર્મ ઉપર આવરી લેવામાં આવશે. જેના થકી ફલડથી આવનારી આપત્તિ સામે પહેલેથી જ રાહત અને બચાવની કામગીરી કરી શકાશે તેમ જણાવ્યું હતું.






બેઠકમાં વાગરાના ધારાસભ્યએ વાગરા, દહેજ તથા જોલવામાં દબાણ હટાવવા કરાયેલા પ્રશ્ન સંદર્ભે તાકિદે કાર્યવાહી કરવા અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત પદાધિકારીઓ ધ્વારા રજૂ થયેલા પ્રશ્નો અંગે વિગતવાર માહિતી સાથે સમયમર્યાદામાં નિકાલ કરવા જણાવ્યું હતું. બેઠકમાં પદાધિકારીઓ ધ્વારા રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ઉપયોગી માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું. બેઠકમાં કલેકટરએ સરકારી વિભાગોના પડતર તુમાર નિકાલ, પડતર અવેઇટ કેસો, ગ્રામ સભાના પડતર કેસોના નિકાલ માટે સત્વરે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સહિત નિવૃત સરકારી કર્મચારીઓના પેન્શન કેસ, ખાનગી અહેવાલ, ગ્રેજ્યુકઇટી વગેરેની સમયસર ચૂકવણી, માહિતી એક્ટની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા ઉપરાંત સરકારી બાકી લેણાંની વસુલાત અંગે સમીક્ષા કરી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application