કૃષિ અને બાગાયત પાકના મહત્વને જોતા રાજ્ય સરકારે વિવિધ પાક જેવા કે કપાસ, દિવેલા, એરંડા અને બાગાયત પાકમાં “જંતુ પ્રબંધન” માટે “સૂર્યપ્રકાશ ઉર્જા સંચાલિત જંતુ પકડવા માટેની ટ્રેપ” (સોલાર લાઈટ ટ્રેપ) ખુબજ ઉપયોગી છે. જંતુઓની સંખ્યાને નિયંત્રણમાં રાખવા માટે અને સંભવિત ઉપદ્રવ તેમજ પાકને થતું નુકસાન અટકાવવા માટે આ એક અસરકારક પધ્ધતિ છે.
ભરૂચ જિલ્લાના તમામ ખેડૂતોને કૃષિ સંદેશ પાઠવવામાં આવે છે કે, ભરૂચ જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨માં આ ઘટકમાં અરજીઓ મેળવવા તા.૩૦/૦૬/૨૦૨૧ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે. રસ ધરાવતા ખેડૂતોએ અરજી કરવા ઈ-ગ્રામ સેન્ટર મારફતે અથવા https://ikhedut.gujarat.gov.in ઉપર અરજી કરવા વિનંતી છે. અરજી કર્યાબાદ અરજીની પ્રિન્ટ લઈ અરજીની નકલ, ૮-અ, આધારકાર્ડ, બેંક પાસબુકની નકલ, અનુ.જાતિ, અનુ.જનજાતિનાં લાગુ પડતા હોઈ તેવા દાખલા સાથે જે તે ગામના ગ્રામસેવક અથવા તાલુકા પંચાયતની ખેતીવાડી શાખામાં દિન-૭માં જમા કરાવવાની રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500