ભરૂચ નેશનલ હાઇવે નંબર-48 પાસેથી રૂપિયા 36 લાખના કિંમતનો વિદેશી દારૂનો જથ્થા સાથે બે શખ્સો ઝડપાતા કાર્યવાહી હાથ ધરાઈ છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ નિરીક્ષક હરિકૃષ્ણ પટેલ, વડોદરા વિભાગ, ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પ્રોહિબિશનને લગતા ગુનાઓ શોધી કાઢવા સૂચનાનાં આધારે પી.આઇ. જે.એન.ઝાલાની ટીમ પેટ્રોલીંગમાં હતી.
તે સમય દરમિયાન મળેલ બાતમીનાં આધારે નેશનલ હાઇવે નંબર-48 ઉપર નબીપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક હોટલ સામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક નંબર એચઆર/47/બી/5560માં દારૂનાં બોક્ષઓ મળી આવ્યા હતા. આ મુદ્દામાલની કિંમત રૂપિયા 36,25,800/- હતી જે પોલીસે કબ્જે કરી બે શખ્સ, ઉમેશ ઉર્ફે ઉમેદસીંગ પુરણસીંગ તથા આઝાદ ઉર્ફે સુખબીરસીંગ સુરજમલ (બંને રહે.હરિયાણા) ઓને પોલીસે ચોકકસ બાતમીનાં આધારે પકડી આગળની કાયદેસરની કાર્યવાહી ભરૂચ પોલીસને સોંપવામાં આવી છે. આ મુદ્દામાલ કયાંથી લાવવામાં આવ્યો અને કયાં પહોંચાડવાનો હતો જેની તપાસ હાલ ચાલુ છે.(હનીફ માંજુ દ્વારા ભરૂચ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500