ભરૂચ જીલ્લાની ઔધોગિક વસાહત ખાતે સ્થિત ફિલાટેક્ષ કંપનીમાં યાર્નની ચોરી થઈ હોવાની ઘટના બની હતી. જે અંગે તા.14/01/2021ના રોજ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસ દહેજ પોલીસ અને એલસીબી દ્વારા કરાતા આરોપીઓને ઝડપયા હતા. તેમજ પોલીસે રૂપિયા 2.76 લાખનો યાર્નનો જથ્થો જપ્ત કર્યો હતો.
આ બનાવ અંગેની વિગત જોતા જીલ્લાના પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પી.આઈ., જે.એન.ઝાલા અને દહેજ પોલીસના પી.આઈ., એ.સી.ગોહિલે બાતમીના આધારે કામગીરી કરતા વિદેશ મોકલવા હજીરા ખાતે યાર્ન ભરેલ કન્ટેનર રવાના કરાયું હતું. પરંતુ યાર્નનો જથ્થો હજીરા પહોંચ્યા ન હતો. આ દરમિયાન પોલીસે તપાસ અંગે વિવિધ ટીમો બનાવી હતી. જે દરમિયાન દહેજ પોલીસના પીન્ટુ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી. જે મુજબ કામગીરી કરતા કીમથી માંડવી જવાના રસ્તા પરથી હાજીઅબ્દુલ ખાન નામના ગોડાઉનમાંથી ફિલાટેક્ષ કંપનીના ચોરાયેલા યાર્ન પૈકી રૂપિયા 2.76 લાખની કિંમતનો યાર્ન ઝડપાયો હતો. પોલીસે સુધીરકુમાર સિંગ, રાજાસિંગ સુંદરસિંગ, અબ્દુલકલામ બિસ્મિલ્લાખાન પઠાણ અને શેશરામ ઉર્ફે પપ્પુ દયારામ વર્માને ઝડપી પાડ્યા હતા. જેમની વધુ તપાસ દરમિયાન વધુ આરોપીઓ ઝડપાયા તેમજ વધુ ગુનાઓના રહસ્ય ખુલે તેવી સંભાવના જણાય રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500