Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પોમાં બનાવેલ ચોરખાનામાંથી રૂપિયા 6.16 લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો

  • May 16, 2022 

વાલિયા પોલીસે નેત્રંગ રોડ ઉપર આવેલા જીઈબી ત્રણ રસ્તા પાસેથી ટેમ્પોનો ફિલ્મી ધબે પીછો કરી ચોરખાનામાં સંતાડેલો 6.16 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વરથી લાલ કલરના આઇસર ટેમ્પો નંબર એમએચ/48/એજી/0639માં વિદેશી દારૂનો જથ્થો ભરી ચાલક વાલિયા તરફ આવી રહ્યો છે.



જે બાતમીના આધારે પોલીસે વાલિયા ગામના ચાર રસ્તા ઉપર વોચ ગોઠવી હતી. તે સમયે બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કરતા ચાલકે ટેમ્પો હંકારી મુક્યો હતો. જેથી પોલીસે તેનો ફિલ્મી ધબે પીછો કરી નેત્રંગ રોડ ઉપર આવેલ જીઈબી ત્રણ રસ્તામાં ટેમ્પો રોકી તપાસ કરતા તેમાં બનાવેલા ચોરખાના માંથી વિદેશી દારૂની 6168 નંગ બોટલ મળી આવી હતી. આમ, પોલીસે 6.16 લાખનો દારૂ અને 10 લાખનો ટેમ્પો મળી કુલ 16.17 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ઓડિશાના મનિગા પોસ્ટ અપલવાટા ખાતે રહેતો ટેમ્પો ચાલક રાજેશકુમાર શિવનારાયણ માજીને ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application