અંકલેશ્વર જીઆઈડીસીના સરદાર પાર્ક વિસ્તારમાં આવેલા નીલકંઠ કોમ્પ્લેક્ષમાં રહેતા વેપારી સુનિલકુમાર ઠકપ્પન સૂબાદ્વાની જીતાલી ગામ નજીક આવેલા યોગી એસ્ટેટ ખાતે એસ્સાર ઇન્સ્યુલેશન ઓફિસ આવેલા છે. જે ઓફિસને ગત તા.25ના રોજ અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી. જોકે તસ્કરોએ ઓફિસના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કબાટમાં રહેલા રોકડા રૂપિયા તેમજ 2 એ.ટી.એમ. તેમજ ડિજિટલ સિગ્નેચર મળી કુલ રૂપિયા 3.06 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ચોરીની ઘટનાને અંજામ આપનાર બુકાનીધારી 2 જેટલા તસ્કરો અંદર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જીઆઈડીસી પોલીસે ચોરી અંગેનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધારી હતી.
જયારે બીજી ઘટનામાં અંકલેશ્વર જીઆઇડીસીના મુક્તિ ચોકડી પાસે પ્લોટ નંબર-723 ખાતે આવેલી એમી એન્જિનીયરિંગ કંપનીને પણ વહેલી સવારે અજાણ્યા તસ્કરોએ કંપનીને નિશાન બનાવી હતી. જેમાં અજાણ્યા તસ્કરો કંપનીમાં પ્રવેશ કર્યો હતો અને કમ્પાઉન્ડમાં રહેલા એસએસની લોખંડની શાપ્તિંગ મળી અંદાજિત રૂપિયા 70 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કંપનીમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપનાર 3 જેટલા તસ્કરો અંદર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application