અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીમાં આવેલ મહનસરીયા ટાયર કંપનીમાં બોઇલરનો સામાનની ચોરી કરી આજાણ્યા તસ્કરો બોઇલરમાં વપરાતા 5 લાખના સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જોકે પોલીસ દ્વારા આજુબાજુ કંપની સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ આરંભી વધુ તપાસનો દોર શરૂ કર્યો હતો. બનાવની વિગત એવી છે કે, અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી મહનસરીયા ટાયર કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરો કંપનીના ઓપન ગોડાઉનમાં પ્રવેશ કર્યો હતો અને ગોડાઉન માંથી બોઇલરમાં વાપરવામાં આવતા સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.બનાવ અંગેની જાણ કંપનીના અધિકારીને થતા તેઓએ અંકલેશ્વર રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યા હતા અંદાજે રૂપિયા 5 લાખના બોઇલરના સામાનની ચોરી અંગે કંપનીના ધરમપાલસિંહ મહેલાએ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક પોલીસે એફ.એસ.એલ. ડોગ સ્કોર્ડ, ફિંગર પ્રિન્ટ એક્ષ્પર્ટ, તેમજ ટેકિનકલ અને હ્યુમન સર્વેલન્સ આધારે તપાસ આરંભી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application