Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરમાં આવેલ આભૂષણ જવેલર્સમાં બાકોરું પાડી રૂપિયા 87.30 લાખની ચોરી કરી તસ્કરો ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

  • December 26, 2021 

ભરૂચનાં અંકલેશ્વર જી.આઇ.ડી.સી.નાં સરદાર પાર્ક-2 શોપિંગમાં આવેલ આભૂષણ જવેલર્સમાં તસ્કરો બાકોરું પાડી 87.30 લાખનાં ઘરેણાં ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આભૂષણ જવેલર્સમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીનાની અને ડાયમંડની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. પાછળની ફૂટવેર ગોડાઉનનું શટર તોડયા બાદ બાકોરું પાડી ચોરીને અંજામ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. જેની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને વધુમાં તસ્કરોએ સીસીટીવીના કેબલ કાપી ખેલ ચોરીને અંજામ આપી રેકી કરી ચોરીને અંજામ અજાણ્યા તસ્કરોએ આપ્યો હતો.અંકલેશ્વરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં રહેતા હેમંત સોનીની જી.આઇ.ડી.સી.ના સરદાર પાર્ક-2 શોપિંગ સેન્ટરમાં બીજા માળે આભૂષણ જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. જે જ્વેલર્સની દુકાનને મધરાતે અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી. આ અજાણ્યા તસ્કરોએ જ્વેલર્સની દુકાન પાછળ આવેલા બુટ-ચપ્પલના ગોડાઉનમાં શટર તોડી ગોડાઉનમાં પ્રવેશ્યા હતા અને અંદરથી ગેસ કતર વડે બાકોરું પાડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો જ્વેલર્સની શોપમાં રહેલા સીસીટીવી કેમેરાના કેબલ પણ કાપી નાખી તસ્કરો ચોરી કરી ગયા હતા. જોકે સવારે નિત્યક્રમ મુજબ દુકાન ખોલી અંદર જોતા સામાન વેર-વિખેર પડ્યો હતો જે જોતા ચોરી થયાનું માલુમ પડ્યું હતું અને પાછળની દીવાલમાં બાકોરું નજરે પડ્યું હતું. બનવા અંગે પોલીસે ગુનો નોંધી અજાણ્યા તસ્કરોને શોધવાની તજવીજ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application